સંદિગ્ધ હાલતમાં જિલ્લા પરિષદની સભ્ય કવિતાનું મોત, ઝાડ પર દુપટ્ટાથી લટકેલી હાલતમાં લાશ મળી

જાણકારી પ્રમાણે કવિતા કાંટુ શિમલા જિલ્લાના રામપુરથી જિલ્લા પરિષદની સભ્ય હતી

suicide case - ઝાડ પર દુપટ્ટાથી લટકેલી હાલતમાં લાશ મળી હતી. જોકે સવાલ ઉઠી રહ્યા છે કારણે કે કવિતાના ઘૂંટણ જમીનને અડેલા છે. ઉંચાઇ એટલી નથી કે ત્યાં આત્મહત્યા કરી શકાય

  • Share this:
    શિમલા : હિમાચલ પ્રદેશના (himachal pradesh)શિમલામાં (Shimla)સમરહીલમાં 26 વર્ષની જિલ્લા પરિષદની સભ્ય કવિતા કાંટુનું શંકાસ્પદ સ્થિતિમાં મોત (Kavita kantu death Case)થયું છે. યુવતીની લાશ ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવી છે. આખો કેસ સંદિગ્ધ લાગી રહ્યો છે. સાથીઓ કહી રહ્યા છે કે કવિતા ઘણી ખુશમિજાજ હતી અને આત્મહત્યા (Suicide Case)કરી શકે નહીં.

    જાણકારી પ્રમાણે કવિતા કાંટુ શિમલા જિલ્લાના રામપુરથી જિલ્લા પરિષદની સભ્ય હતી અને સમહરહિલ સાંગટીમાં રહેતી હતી. ઝાડ પર દુપટ્ટાથી લટકેલી હાલતમાં લાશ મળી હતી. જોકે સવાલ ઉઠી રહ્યા છે કારણે કે કવિતાના ઘૂંટણ જમીનને અડેલા છે. ઉંચાઇ એટલી નથી કે ત્યાં આત્મહત્યા કરી શકાય.

    કવિતાની મિત્ર લતાએ જણાવ્યું કે તે ઘણી ખુશમિજાજ હતી. બે દિવસ પહેલા જ તેની સાથે વાત થઇ હતી. તે તેની સાથે જ હતી. અન્ય એક યુવતી શાલુએ જણાવ્યું કે સોમવારે સવારે 10 કલાકે તે સાથે હતી. તેને જોઇને લાગ્યું નહીં કે તે સુસાઇડ કરી શકે છે.

    આ પણ વાંચો - પોલીસ કર્મીએ પ્રેમિકા વર્ષા પટેલની હત્યા કરી, લાશને કોથળામાં ભરીને તળાવમાં ફેંકી દીધી

    સૂત્રોના મતે કવિતાના રૂમમાં એક નોટ પણ મળી છે. જેમાં તેણે કથિત રુપે લખ્યું છે કે , Sorry to everyone, Love you Dad!આ નોટમાં કવિતાએ કોઇ વ્યક્તિનું નામ લખ્યું નથી. શિમલાના એસપી મોનિકાએ ન્યૂઝ 18 સાથે વાતચીતમાં કહ્યું કે 26 વર્ષની યુવતીની લાશ ઝાડ પર લટકેલી હાલતમાં મળી હતી. ફોરેન્સિક ટીમને પણ સ્થળ પણ બોલાવવામાં આવી છે. તપાસ પછી જ જાણ થશે આત્મહત્યા છે કે હત્યા છે.

    News 18ને મળેલી જાણકારી પ્રમાણે કવિતા જે ઘરમાં ભાડુઆત તરીકે રહેતી હતી. તે રૂમમાંથી દિવાલ પર એક ચિટ પણ મળી છે. જેના પર અંગ્રેજીમાં કવિતાએ કશુંક લખ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે હેન્ડરાઇટિંગ કવિતાની છે. તેને કથિત રીતે સુસાઇડ ચિટ માનવામાં આવી રહી છે. જોકે તપાસ અને તથ્યોના આધાર પછી જ બધી ખબર પડશે. જે રીતે કવિતાની લાશ ઝાડ પર દુપટ્ટાથી લટકેલી જોવા મળી છે તેને જોઈને કોઇ પણ વિશ્વાસ કરી શકે નહીં કે તેણે આત્મહત્યા કરી છે. કારણ કે તેના બંને પગે જમીનને અડી જાય છે. આટલી ઉંચાઇથી કોઇ આત્મહત્યા કરી શકે નહીં.

    આ પણ વાંચો - મહિલાએ પોતાના બે ફૂલ જેવા બાળકોને કુવામાં ફેકી દીધા, પછી પોતે પણ કુદી ગઇ, CCTVમાં કેદ ઘટના

    કવિતાની ડાયરી, સોનાની ચેઇન અને અન્ય કેટલાક જરૂરી દસ્તાવેજો પોલીસે કબજામાં લીધા છે અને તપાસ શરૂ કરી છે. એસપીએ ઘટના સ્થળ અને કવિતાની રૂમની મુલાકાત લીધી હતી.
    Published by:Ashish Goyal
    First published: