કાશ્મીરી ફુટબોલર બાદ વધુ 2 આતંકીઓને ઘર વાપસી કરવા પરિવારની વિનંતી

Margi | News18 Gujarati
Updated: November 20, 2017, 8:41 PM IST
કાશ્મીરી ફુટબોલર બાદ વધુ 2 આતંકીઓને ઘર વાપસી કરવા પરિવારની વિનંતી
આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબામાં સામેલ થયેલ કાશ્મીર ફુટબોલર માજિદખાનના સરન્ડર બાદ અન્ય બે આતંકીઓના પરિવારને નવી આશા જાગી છે..

આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબામાં સામેલ થયેલ કાશ્મીર ફુટબોલર માજિદખાનના સરન્ડર બાદ અન્ય બે આતંકીઓના પરિવારને નવી આશા જાગી છે..

  • Share this:
આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબામાં સામેલ થયેલ કાશ્મીર ફુટબોલર માજિદખાનના સરન્ડર બાદ અન્ય બે આતંકીઓના પરિવારને નવી આશા જાગી છે. તેમને પોતાના પુત્રોને ઘર વાપસી માટે સોશિયલ મીડિયા પર ઈમોશનલ વિનંતી કરી છે.

જણાવી દઈએ કે, 20 વર્ષનો યુવા ફુટબોલર માજિદ ઈર્શાદખાને કેટલાક મહિના પહેલા બંદૂક ઉઠાવી લીધી હતી. તેના મિત્રોએ સોશિયલ મીડિયા પર તેને ઘરે પાછા ફરવા માટે વિનંતી કરી હતી. ત્યાર બાદ શુક્રવાર માજિદે સુરક્ષા દળો સામે સરન્ડર કરી દીધું હતું.

માજિદના મિત્રોએ તેમની માંની રડતી એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને તેને પાછા ફરવા માટે કહ્યું હતું. હવે આનાથી પ્રેરિત થઈને લશ્કર આતંકી આશિક હુસૈન ભટ્ટ અને મંજૂર અહેમદ બાબાના પરિવારે સોશિયલ મીડિયા પર પોતાના પુત્રોને પાછા ફરવા માટે વિનંતી કરી છે.

આશિક હુસેન ભટ્ટનું પરિવાર જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રહે છે. તે લગભગ એક સપ્તાહથી ગાયબ થઈ ગયો હતો. પાછળથી જાણકારી મળી હતી કે, તેને લશ્કર-એ-તોઈબા જોઈન કરી લીધું છે. આશિક હુસેનની માં ફહમીદ કહે છે કે, "9 નવેમ્બરે બપોરે મારો પુત્ર દુકાનમાં કંઈક સામાન લેવા માટે ગયો હતો પરંતુ અત્યાર સુધી પાછો ફર્યો નથી."

તેઓ કહે છે કે, 'આશિક વગર અમારા જીવનનો કોઈ જ મતલબ નથી. હું ઈચ્છું છું કે, તે ઝડપી ઘરે પાછો આવી જાય, જો તે ઘરે નહી આવે તો અમે ઝેર ખાઈ લઈશું અથવા આ જગ્યા છોડીને બીજે ક્યાક જતાં રહીશું.'

આશિક હુસેન ભટ્ટના પિતા મોહમ્મદ ઈશક અનુસાર, "આશિક આખા ઘરની રોનક હતો. આખા પરિવારનું ભરણપોષણ તે એકલો જ કરતો હતો. તેની પત્ની પણ અમારી સાથે જ રહે છે. તેના વગર પરિવારની સ્થિતિ એકદમ કફોડી છે."કેટલાક મહિના પહેલા ગુમ થઈ ગયો હતો મંજૂર

તો બીજી બાજુ, 20 વર્ષનો મંજૂર અહેમદ બાબા પુલવામાનો રહેવાસી છે. ફળ વેચીને પોતાના પરિવારનો ગુજારો કરતો હતો. કેટલાક દિવસ પહેલા તે ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો હતો. પાછળથી તે આતંકી સંગઠનમાં ભરતી થઈ ગયો હોવાના સમાચાર મળ્યા હતા.

મંજૂર અહેમદ બાબાની માં જોહર બાનોએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના પુત્રને પાછા ફરવાની વિનંતી કરી છે. લશ્કર-એ-તોઈબાને અપિલ કરતાં જોહરા કહે છે, "મંજૂર તમારા આતંકી સંગઠનમાં છે, તો તેને જવા દેવામાં આવે, કેમ કે મારા બાળકો સિવાય આ દુનિયામાં કોઈ જ નથી." જોહરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.
First published: November 19, 2017, 4:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading