Home /News /crime /હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી
હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી
બંને બહેનોની ફાઈલ તસવીર
Crime news: ઔશ્વર્યાની લાશ 8 જૂન 2021ના રોજ તેના પતિના ઘરે લટકતી મળી હતી. ઔશ્વર્યાનો પતિ અને પરિવાર દહેજ માટે પજવણી કરતો હતો. એક પુત્રીના મોતના 17 દિવસ બાદ 25 જૂને બીજી પુત્રી સૌદર્યા પોતાના પતિના ઘરે લટકતી મળી હતી.
હસનઃ કર્ણાટકના (Karnataka) હસન જિલ્લામાં એક હૃદયદ્વાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારની બે સગી બહેનોના મોતથી (twi sister died) પરિવાર ઉપર વજ્રઘાત પડ્યો છે. સુંદર પરિવાર ઉપર જાણે કોઈની નજર લાગી હોય એમ હસતી રમતની બે બહેનોએ દુનિયાને છોડી દીધી હતી. એક સાથે બે પુત્રીઓના મોતથી આખો પરિવાર આંસુઓમાં ડૂબી ગયો હતો. માનવામાં આવી રહ્યું છે કે બંને પુત્રીઓ પોતાના પતિના ઘરે લટકતી હાલતમાં (two daughter found Hanging in husband home) મળી હતી. આ અંગે પિતાએ સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવી છે.
ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો કર્ણાટકના હસન જિલ્લાના સકલેશપુર તાલુકાના બેલોંગોન્ડલુ ગામમાં ખેતી ઉપર જીવતા ઉદય અને અનિતાને ચાર પુત્રીઓ છે. દંપતીની સૌથી મોટી પુત્રી સૌંદર્યા છે. પત્રકારત્વમાં સ્નાતક થયા પછી તેણે પગભર રહેવા માટે લગ્ન કરવાની ના પાડી. તેની બહેન ઐશ્વર્યાના લગ્ન ગયા વર્ષે તુમ્કુર જિલ્લાના કુનિગલ તાલુકના કાવેરીપુરમના રહેવાસી નાગરાજુ સાથે થયા હતા. નાગરાજુ પેટ્રોલપંપમાં કામ કરતો હતો. આ દંપતી તુમ્કુર શહેરમાં સરસ્વતીપુરમમાં રહેતા હતા.
અન્ય બે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. મોટી દીકરીની દીકરી જેણે મારે લગ્ન નથી કરવા એવું કહેતી સૌદર્યનીને ફેસબુક ઉપર ઉમેશ નામના યુવક સાથે મિત્રતા થયા બાદ પ્રેમ સંબંધ બંધાય છે. આ અંગે સૌદર્યાએ ઘરમાં રજૂઆત કરી હતી.
જોકે, ઉમેશ અલગ જ્ઞાતિનો હોવાથી તેની સાથે લગ્ન કરવા માટે પરિવારે વાંધો ઉઠાવ્યો હતો. માતા-પિતાનો વિરોધ છતાં 2020માં સુંદર્યા ઉમેશ સાથે લગ્ન કરી લીધા અને પોતાના પતિના ઘરે રહેવા લાગી હતી.
જોકે, ઔશ્વર્યાની લાશ 8 જૂન 2021ના રોજ તેના પતિના ઘરે લટકતી મળી હતી. ઔશ્વર્યાનો પતિ અને પરિવાર દહેજ માટે પજવણી કરતો હતો. મૃતકના માતા-પિતાએ મહિલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઔશ્વર્યાની હત્યા કરાયાનો પતિ ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે પહેલી પુત્રીના મોતના 17 દિવસ બાદ 25 જૂને બીજી પુત્રી સૌદર્યા પોતાના પતિના ઘરે લટકતી મળી હતી.
બીજી પુત્રીના મોતના સમાચાર મળતાની સાથે જ માતા-પિતા ભાંગી પડ્યા હતા. પિતાએ પુત્રીના પતિ ઉમેશ, તેના પિતા પાંડુરંગા, માતા શાંતમ્મા અને બહેન રૂપાએ હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. મારી પુત્રી અલગ જ્ઞાતિની હોવાના કારણે સાસરિયાઓ ત્રાસ આપતા હોવાનો આરોપ મૃતકાના પિતાએ લગાવ્યો છે. પિતાની બંને ફરિયાદોના આધારે પોલીસે આગળની તપાસ હાથધરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર