કરુણ ઘટના! પોસ્ટ માસ્ટરની નોકરી મળી, સગાઈના થોડા દિવસોમાં યુવતીએ એસિડ પીને કરી આત્મહત્યા

મૃતક યુવતીની ફાઈલ તસવીર

Karnataka news: પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે મનસા થોડા દિવસથી ભારે તણાવથી પીડાતી હતી. તેણે કહ્યું હતું કે તે ખુદથી નારાજ છે. જેના કારણે ઘરમાં એકલી હોવાથી તેણે માનસિક તાણમાં ઘરે એસિડ પીને આત્મહત્યા કરી લીધી હતી.

 • Share this:
  ચિત્રદુર્ગ: સરકારી નોકરી (Government job) એ ઘણા યુવાનોનું સ્વપ્ન છે. સરકારી નોકરીમાં નોકરીની સલામતી હોય છે. સમાજમાં ગૌરવ સાથે જીવનમાં સ્થાયી થવાની તક મળે છે. તેથી જ યુવક યુવતીઓ સખત અભ્યાસ કરે છે. એક 22 વર્ષીય યુવતીએ આવી સરકારી નોકરી મળી હતી. યુવતીને પણ નોકરી મળી અને તેના માતા-પિતાએ (Mother-father) લગ્ન કરવાનું નક્કી કર્યું. એક મહિના પહેલા તેણીની એક સરકારી નોકરીવાળા યુવક સાથે સગાઇ કરી લીધી. જોકે, યુવતીના જીવનમાં એક વળાંક આવ્યો અને ખુશી પરિવારમાં દુઃખના ડુંગરો આવી પડ્યા હતા.

  મળતી માહિતી પ્રમાણે 22 વર્ષીય યુવતીએ શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરી લીધી છે. જોકે, યુવતીની આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. આ દુઃખદ ઘટના કર્ણાટકના (Karnataka) ચિત્રદુર્ગ જિલ્લાના ચલકરે તાલુકાના રેકલાગેરે ગામમાં બની છે.

  ગામની 22 વર્ષીય માનસા નામની યુવતીને સરકારી નોકરી મળી છે. યુવતીની સખત મહેનત અને ધગસના કારણે તેને નગરગરે ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે નોકરી મળી હતી. અને તેની એક યુવક સાથે સગાઈ કરી હતી. જેને પણ એક મહિના પહેલા સરકારી નોકરી મળી હતી.

  આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 12 વર્ષના નાના ભાઈથી 16 વર્ષની બહેન બની ગર્ભવતી

  આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! કોન્ટ્રાક્ટરની પત્નીને પતિના મિત્રએ કેફી પીણું પીવડાવી ઉતાર્યા નગ્ન ફોટો અને વીડિયો, અઢી વર્ષ સુધી કર્યું યૌનશોષણ

  સગાઈ નક્કી થયાના થોડા દિવસોમાં જ યુવતીએ શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરી લીધી હતી. જોકે તેનું કારણ જાણી શકાયું નથી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે મનસા થોડા દિવસથી ભારે તણાવથી પીડાતી હતી. તેણે કહ્યું હતું કે તે ખુદથી નારાજ છે.

  આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

  આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

  જેના કારણે ઘરમાં એકલી હોવાથી તેણે માનસિક તાણમાં ઘરે એસિડ પીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના સભ્યોને જાણ થતાં તેણે હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.  આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ચિત્રદુર્ગા એસપી જી રાધિકાએ કહ્યું કે તેમણે મનસાના પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. એસપી રાધિકાએ જણાવ્યું કે તે માનસિક રીતે હતાશ હતી. આ ક્રમમાં તેણે આત્મહત્યા કરી છે.
  Published by:ankit patel
  First published: