ભાગ્યની ક્રૂર રમત! કપડાં ધોવા ગયેલા ચાર ભાઈઓ નદીમાં ડૂબ્યા, ત્રણના મોત એક લાપતા
ભાગ્યની ક્રૂર રમત! કપડાં ધોવા ગયેલા ચાર ભાઈઓ નદીમાં ડૂબ્યા, ત્રણના મોત એક લાપતા
નદીમાં ડૂબેલા ચાર ભાઈઓની ફાઈલ તસવીર
Karnataka news: કર્ણાટકના બેલગામ જિલ્લાના આથાણી તાલુકાના હલાલા ગામમાં શરણાવા બનાસોડે અને ગોપાલ બનાસોડે પોતાના બાળોક સાથે રહેતા હતા. તેમના ચાર પુત્રો મેળા માટે કપડાં ધોવા કૃષ્ણ નદી કિનારે ગયા હતા. ત્યારે એક ભાઈ અચાનક પાણીના પડી ગયો તો. જેને બચાવવા જતાં એક પછી એક ચારે ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હતા.
બેલગામઃ કર્ણાટકના (Harnataka) બેલગામ (Belgam) જિલ્લાના આથાણી તાલુકાના હલાલા ગામમાં એક કરુણ ઘટના બનવા પામી હતી. અહીં ચાર ભાઈઓ કપડા ધોવા માટે કૃષ્ણ નદીના કિનારે ગયા હતા જોકે, કોઈ કારણસર ચારે ભાઈઓ કૃષ્ણાનદીમાં ગરકાવ થઈ ગયા હતા. આ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડને (firebrigade) જાણ કરતા ફાયરની ટીમે તેમની શોધખોળ શરૂ કરી હતી. અને આશરે ત્રણ દિવસના રેસ્ક્યૂ ઓપરેશન (rescue operation) બાદ ત્રણ ભાઈઓના મૃતદેહો મળી આવ્યા હતા. આમ એક જ પરિવારના ચાર પુત્રોના મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. અને આક્રંદ અને આસુંઓનો શૈલાબ આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે કર્ણાટકના બેલગામ જિલ્લાના આથાણી તાલુકાના હલાલા ગામમાં શરણાવા બનાસોડે અને ગોપાલ બનાસોડે પોતાના બાળોક સાથે રહેતા હતા. તેમના ચાર પુત્રો મેળા માટે કપડાં ધોવા કૃષ્ણ નદી કિનારે ગયા હતા. ત્યારે એક ભાઈ અચાનક પાણીના પડી ગયો તો. જેને બચાવવા જતાં એક પછી એક ચારે ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હતા. આ અંગે જાણ થતાં લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
છેલ્લા બે દિવસથી, એનડીઆરપી, કેડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું, જ્યાં ત્રણ લોકોની લાશ મળી આવી હતી. ગામલોકોએ જણાવ્યું છે કે નદીમાં ડૂબી ગયેલા ભાઈઓના આશ્રિતો માટે રાહતની જાહેરાત ન થાય ત્યાં સુધી તેઓનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં.
ગોપાલા બનાસોડે અને શરણવ બાનાસોદ, દંપતીના વડીલો, જેઓ હજી પણ આશા રાખે છે કે તેમનો એક સંતાન પાછો આવશે, તે ગુમાવ્યો નથી. ભાગ્યની ક્રૂર રમતથી કોઈ બચી શક્યું નહીં, કન્નડુરાઇ પરિવારને ટેકો આપનારા પતિની પત્નીઓની ખોટ પૂરી થઈ. મોટા દીકરા શિવાનંદ બનાસુડેને બે સંતાનો છે.
આખો પરિવાર અત્યારે શોકમાં ડૂબી ગયો છે. માતા-પિતાને ઘડપણની લાકડી સમાન પુત્રોના મોતથી માતા-પિતા પડી ભાંગ્યા છે. અને પુત્રો ગુમાવનારના બાળકોના પરિવારોને તાત્કાલિક રાહત આપવાની માંગણી પણ થઈ રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર