મિત્રએ માતાને અપશબ્દો કહેતા તેનું માથું કાપીને પહોંચ્યો પોલીસ સ્ટેશન!

News18 Gujarati
Updated: October 1, 2018, 7:33 AM IST
મિત્રએ માતાને અપશબ્દો કહેતા તેનું માથું કાપીને પહોંચ્યો પોલીસ સ્ટેશન!
કર્ણાટકમાં ગત એક મહિના દરમ્યાન ગળું કાપીને હત્યા કરવાની આ ત્રીજી ઘટના છે.

કર્ણાટકમાં ગત એક મહિના દરમ્યાન ગળું કાપીને હત્યા કરવાની આ ત્રીજી ઘટના છે.

  • Share this:
કર્ણાટકના મંડ્યા જીલ્લામાં 24 વર્ષીય એક વ્યક્તિએ ઝગડામાં પોતાના મિત્રનું માથુ ધડથી અલગ કરી દીધુ અને પછી કાપેલુ માથુ લઈ સરેન્ડર કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો.

પોલીસે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, પશુપતિએ જણાવ્યું કે, 28 વર્ષીય ગિરીશે શનીવારે તેની માને લઈ આપત્તિજનક વાત કરી, જેને લઈ તેમની વચ્ચે ઝગડો થઈ ગયો. આ દરમ્યાન તેણે ગિરીશનું માથુ ધડથી અલગ કરી દીધુ.

મંડ્યાના પોલીસ અધિક્ષક શિવ પ્રકાશ દેવરાજૂએ જણાવ્યું કે, આરોપીએ પોલીસની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. તેણે જણાવ્યું કે, ઝગડા દરમ્યાન તેણે પોતાના મિત્રની હત્યા કરી દીધી. આ સાથે તેમણે કહ્યું કે, આ મામલે કેસ નોંધી આગળની કાર્યવાહી ચાલુ છે.

કર્ણાટકમાં ગત એક મહિના દરમ્યાન ગળું કાપીને હત્યા કરવાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા ગુરૂવારે શ્રીનિવાસપુરમાં એક વ્યક્તિ એક મહિલાનું માથુ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

તો આ બાજુ ચિંકમંગૂલરમાં 11 સપ્ટેમ્બરે આવી જ એક ઘટનામાં એક વ્યક્તિ પોતાની પત્નીનું માથુ લઈ પોલીસ સ્ટેશન સરેન્ડર કરવા આવ્યો હતો. તે વ્યક્તિને શંકા હતી કે, તેની પત્નીને અન્ય કોઈ પુરૂષ સાથે અવૈધ સંબંધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે વ્યક્તિએ પોતાની પત્નીને અન્ય વ્યક્તિ સાથે પકડી હતી. આ દરમ્યાન તેણે બંને પર હુંમલો કર્યો, જોકે તે વ્યક્તિ ત્યાંથી ફરાર થઈ ગયો. આ હુમલામાં તે વ્યક્તિને પણ ઈજા પહોંચી હતી.
First published: September 30, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading