Home /News /crime /

જુનાગઢઃબદલો લેવા 15ના ટોળાએ ત્રીપલ મર્ડરને અંજામ આપ્યો,8 નામ ખુલ્યા,2ની ધરપકડ

જુનાગઢઃબદલો લેવા 15ના ટોળાએ ત્રીપલ મર્ડરને અંજામ આપ્યો,8 નામ ખુલ્યા,2ની ધરપકડ

જુનાગઢઃ જુનાગઢમાં ૧૮ તારીખના રોજ જફર મેદાનમાંથી હત્યા કરાયેલ ત્રણ યુવાનો ની લાશ મળી આવી હતી. પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલ બે શખ્શો ધરપકડ કરી છે અને બીજા ફરાર ૬ શખ્શો જે અા ગુન્હામાં સામેલ છે તેને પકડવાની કામગીરી હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated :
જુનાગઢઃ જુનાગઢમાં ૧૮ તારીખના રોજ જફર મેદાનમાંથી હત્યા કરાયેલ ત્રણ યુવાનો ની લાશ મળી આવી હતી. પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલ બે શખ્શો ધરપકડ કરી છે અને બીજા ફરાર ૬ શખ્શો જે અા ગુન્હામાં સામેલ છે તેને પકડવાની કામગીરી હાથ ધરી છે.

જુનાગઢમાં ૧૭ તારીખના રોજ એક રીક્ષા ચાલક કિસા મોરીની  ત્રણ લોકોએ હત્યા કરી નાખી હતી ત્યારે પોલીસ આરોપીઓ સુધી પહોચે તે પહેલા મૃતક કિસા મોરી ના સગાઓ એ હત્યામાં સંડોવાયેલ મુકેશ, અમિત અને શૈલેશને ગોતી જફર મેદાનમાં લાવેલ અને ત્યાં ટોળુ ભેગું થઇ જતા ત્રણેય યુવાનોનું ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે હાલ બે સખ્સોની ધરપકડ કરી છે અને બીજા ૬ ફરાર છે. પોલીસનું કહેવું છે કે આ ગુન્હામાં ૧૫ જેટલા શખ્શો ની સંડોવણી બહાર આવી છે. પણ ૮ નામ ખુલવા પામ્યા છે.

 હત્યા માં કુલ ૧૫ જેટલા શખ્શો ની સંડોવણી હોવાનું પોલીસ ચોક્કસ માની રહી છે. જેમાં ૮ નામ ખુલી ગયા છે બાકી ના શખ્શો પણ માથાભારે છે અને તેની સામે પણ કાયદાનો કડક અમલવારી કરવામાં આવશે. ભવિષ્ય માં પણ આવા ગુન્હાઓ બનતા અટકે તે માટે પોલીસ ને જે કઈ પણ કરવું પડશે તે કરશે તેવી ખાતરી એસ.પી. એ આપી હતી.

પોલીસે ધરપકડ કરાયેલ આરોપીઓ કાળા પાચા રબારીતેમજ બાવન ગોગન રબારી મૃતક કિસાના દુર ના સગાઓ છે અને તેમણે કબુલ કર્યું છે અમે હત્યાનો બદલો લેવા ત્રણ યુવાનોની હત્યા કરી છે. જુનાગઢના જફર મેદાન ખાતે કાના જેકીએ ત્રણ યુવાનોને બોલાવ્યા હતા અને કાળા રબારી અને બાવન રબારી સાથે કુલ ૮ જેટલા શખ્શોએ ત્રણ યુવાનોને તીક્ષણ હથિયારો વડે મરણતોલ માર મારતા ઘટના સાથે ત્રણ યુવાનોના મોત થયા હતા અને બાદમાં બધા ફરાર થઇ ગયા હતા.

 હાલ તો પોલીસે ટ્રીપલ મર્ડર ના બે આરોપીઓને જડપી લીધા છે. પોતાના સગાની હત્યા નો બદલો લેવા ત્રણ હત્યા કર્યાનું કબલ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ ૬ શખ્શો ફરાર છે અને કુલ ૧૫ કે તેથી પણ વધારે શખ્શો હોય શકે તેવું પોલીસ  માની રહી છે.
First published:

Tags: ક્રાઇમ, ગુનો, જુનાગઢ ત્રિપલ મર્ડર, ત્રિપલ મર્ડર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन