Home /News /crime /

જુનાગઢમાં ખુન કા બદલા ખૂન,35કલાકમાં 5 હત્યા

જુનાગઢમાં ખુન કા બદલા ખૂન,35કલાકમાં 5 હત્યા

જુનાગઢઃજૂનાગઢમાં શનિવારે એક યુવાનની કરપીણ હત્યા થઇ હતી.આજ બનાવના પગલે ખૂન કા બદલા ખૂન જેવો ઘાટ સજાઁયો છે અને યુવાનની હત્યામાં સંડોવાયેલ બે સગા ભાઇ સહિત ત્રણની હત્યા થઇ જતા ચકચાર મચી ગઇ છે.

જુનાગઢઃજૂનાગઢમાં શનિવારે એક યુવાનની કરપીણ હત્યા થઇ હતી.આજ બનાવના પગલે ખૂન કા બદલા ખૂન જેવો ઘાટ સજાઁયો છે અને યુવાનની હત્યામાં સંડોવાયેલ બે સગા ભાઇ સહિત ત્રણની હત્યા થઇ જતા ચકચાર મચી ગઇ છે.

  • Pradesh18
  • Last Updated :
જુનાગઢઃજૂનાગઢમાં શનિવારે એક યુવાનની કરપીણ હત્યા થઇ હતી.આજ બનાવના પગલે ખૂન કા બદલા ખૂન જેવો ઘાટ સજાઁયો છે અને યુવાનની હત્યામાં સંડોવાયેલ બે સગા ભાઇ સહિત ત્રણની હત્યા થઇ જતા ચકચાર મચી ગઇ છે.

શનિવારે જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતા કીશન મુળુ મોરીની હત્યા કરી હતી.હજૂતો કીશનનુ ખૂન થયાને ગણતરીના કલાકો વિત્યા છે.ત્યા જૂનાગઢના ઝફફર મેદાનમાંથી ત્રણ શખ્શોની હત્યા કરાયેલ લાશ મળી આવી અને પોલીસ દોડતી થઇ ગઇ હતીઝફફરમેદાનમાંથી મળેલ લાશ મૂકેશ બાવાજી,અજય બાવાજી અને અમિત ઉર્ફે શૈલેશ પરમારની  હોવાનુ પોલીસની પ્રાથમીક તપાસ માં બહાર આવ્યુ છે.શનિવારે થયેલ હત્યાનો બદલો લેવા આ ત્રણ શખ્શોની લોથ ઢાળી દીધી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.

જૂનાગઢમાં છેલ્લા ૩૬  કલાકમાં પાંચ પાંચ હત્યાના બનાવ બનતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઉભા થયા છે.જોકે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કીશનની હત્યા બાદ સમાધાન કરવાના બહાને આ ત્રણેય યુવાનોને કોઇ જગ્યાએ બોલાવી હત્યાકાંડ સજીઁ  મારી નાખ્યાનુ બહાર આવ્યુ છે.ત્યારે જીલ્લા પોલીસ વડા કહે છે.તમામ હત્યાનો ભેદ ટુક સમયમાં ઉકેલી નાખવામાં આવશે.હાલ તો ત્રણેય મૃતકોના પરીવારજનોની શોધખોળ હાથ ધરી પોલીસે તપાસના ચક્રો ગતીમાન કયાઁ છે.
First published:

Tags: ક્રાઇમ, ગુનો, ત્રિપલ મર્ડર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन