જુનાગઢના પોશ વિસ્તારમાં મહિલાને બંધક બનાવીને છરીની અણીએ રૂ. 7.50 લાખની લૂંટ

જુનાગઢના પોશ વિસ્તારના તળાવ દરવાજા નજીક આવેલ રોયલ એપાર્ટમેન્ટના ચોથા માળે મહિલાને બંધક બનાવી રૂપિયા 7.50 લાખની લૂંટ થતા સનસની મચી ગઈ હતી અને ધોળે દિવસે છરીની અણીએ લૂંટ ચલાવી એક શખ્સ ફરાર થઇ જતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

જુનાગઢના પોશ વિસ્તારના તળાવ દરવાજા નજીક આવેલ રોયલ એપાર્ટમેન્ટના ચોથા માળે મહિલાને બંધક બનાવી રૂપિયા 7.50 લાખની લૂંટ થતા સનસની મચી ગઈ હતી અને ધોળે દિવસે છરીની અણીએ લૂંટ ચલાવી એક શખ્સ ફરાર થઇ જતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
જુનાગઢ# જુનાગઢના પોશ વિસ્તારના તળાવ દરવાજા નજીક આવેલ રોયલ એપાર્ટમેન્ટના ચોથા માળે મહિલાને બંધક બનાવી રૂપિયા 7.50 લાખની લૂંટ થતા સનસની મચી ગઈ હતી અને ધોળે દિવસે છરીની અણીએ લૂંટ ચલાવી એક શખ્સ ફરાર થઇ જતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

જુનાગઢના પોશ વિસ્તાર ગણાતા તળાવ દરવાજા નજીક આવેલ રોયલ એપાર્ટમેન્ટ ના ચોથા માળે સવારે 11 કલાકે એક શખ્સ કંકોત્રી દેવાના બહાને ગયો હતો અને ત્યાં રહેતા હિનાબેન ઘરે એકલા હતા, ત્યારે આ ચાલાક શખ્સ ઘરમાં ઘુસી જઈ દરવાજો બંધ કરી દીધો હતો અને હિનાબેનને દોરડાથી બાંધી મોઢું દબાવીને રૂપિયા 50 હજાર માંગેલ, ત્યારે બંધક હિનાબેને કહું કે, તું મને છોડ તો હું પૈસા આપું, પણ આ શખ્સ માન્યો નહિ અને હિનાબેનને છરી બતાવી ચાવીની માંગણી કરી હતી અને ચાવી મળતા ખાના માંથી રૂપિયા 7.50 લાખ રોકડાં લઇ નાસી છુટ્યો હતો.

ધોળે દિવસે મહિલાને બંધક બનાવી છરીની અણીએ રૂપિયા 7.50ની લૂંટની ઘટના બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આજુબાજુ ના વિસ્તારમાં તપાસ કરી મેંઇન રોડ તેમજ હાઈ વે પર નાકાબંધી કરી હતી અને સોસાયટીમાં લગાવેલ CCTV કેમેરામાં તપાસ કરતા લૂંટ કરનાર શખ્ખ ભાગતો ઝડ્પાયો હતો. પોલીસે તેના ફૂટેજ હાલ કબજે લીધા છે અને આરોપીને પકડાવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં તસ્કરો તેમજ અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેકતા હોય તેમ ફાયરિંગ, ઘરફોડ ચોરી તેમજ લૂંટને અંજામ આપી રહ્યાં છે. ધોળે દિવસે છરીની અણીએ મહિલાને બંધક બનાવી 7.50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી અજાણ્યો શખ્ખ ફરાર થઇ જતા ગુંડાઓ પર પોલીસની કોઈ ધાક રહી નથી તેવું ચિત્ર સામે આવ્યું છે.
First published: