જુનાગઢમાં વેપારીને આંતરી રૂ. 7.50 લાખના સોનાની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર

જુનાગઢના છાયાબજારમાં સાંજના અરસામાં અમદવાદના સોની વેપારીને આંતરી રૂપિયા 7.50 લાખની લૂંટ કરી બાઇક પર આવેલ ચાર અજાણ્યા શખ્સો ફરાર થઇ જતા સનસનાટી મચી ગઈ હતી.

જુનાગઢના છાયાબજારમાં સાંજના અરસામાં અમદવાદના સોની વેપારીને આંતરી રૂપિયા 7.50 લાખની લૂંટ કરી બાઇક પર આવેલ ચાર અજાણ્યા શખ્સો ફરાર થઇ જતા સનસનાટી મચી ગઈ હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
જુનાગઢ# જુનાગઢના છાયાબજારમાં સાંજના અરસામાં અમદવાદના સોની વેપારીને આંતરી રૂપિયા 7.50 લાખની લૂંટ કરી બાઇક પર આવેલ ચાર અજાણ્યા શખ્સો ફરાર થઇ જતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી CCTV ફૂટેજના આધારે લૂંટારાઓનું પગેરૂં મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

બનાવની વિગત અનુસાર અમદાવાદના સોની વેપારીઓ અવારનવાર સોનાનો ધંધો કરવા જુનાગઢ આવે છે. બુધવારે સાંજે જુનાગઢ આવેલ છાયાબજારમાં વેપારીને તેમની રીક્ષા રોકાવી અમે કસ્ટમના અધિકારીઓ છીએ અને નકલી માલનું ચેકિંગ ચાલે છે, તેમ કહી વેપારી પાસે રહેલ સોનું જોવા માંગેલ અને જેવું સોનું જોવા આપતા વેપારીના હાથ માંથી સોનું આંચકી બે બાઇક પર આવેલ ચાર શખ્સો ફરાર થઇ ગયેલ હતા.

સોની વેપરીઓએ રાડારાડી કરતા વેપારીઓ ભેગા થઇ ગયા હતા ત્યાં લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા, બાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી નજીકમાં આવેલ ઓમ જ્વેલર્સમાં રહેલ CCTV કેમેરા તેમજ બજારમાં રહેલ કેમેરાની મદદથી લૂંટારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
First published: