જુનાગઢઃ જુનાગઢમાં ઈશ્વર સોમાં નામની આંગડીયા પેઢીમાંથી ૧.૬૦ લાખ ની લુટ ચલાવી ત્રણ શખ્શો ફરાર થઇ જતા સનસનાટી મચી ગઈ હતી.
જુનાગઢ હાર્દ સમા માંગનાથ રોડ પર આવેલ ઈશ્વર સોમાં નામની આંગડીયા પેઢી માં અંદાજે બપોરના ૩ કલાકે બુકાની ધારી ત્રણ શખ્શો આવ્યા હતા અને મેનેજરને છરી બતાવી રૂપિયા ૧ લાખ ૬૦ હજારની લુટ ચલાવી ફરાર થઇ ગયા હતા
મેનેજરે આ બાબત ની જાણ કરતા વેપારી ભેગા થઇ ગયા હતા અને પોલીસ ની જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને લુટારાઓ નું પગેરું મેળવવા તેમજ મેનેજર ની વાત પરથી હાલ તપાસ ચાલુ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર