ભૂજઃકલેક્ટર કચેરી સામે સરકારી ક્વાર્ટરમાં મહિલા સંચાલિત જુગારધામ પકડાયું

ભૂજઃ ભૂજમાં કલેકટર કચેરી સામે આવેલી દ્રિદ્ધા મેશ્ર્વર સરકારી વસાહતમાં એલસીબીએ દરોડો પાડીને છ મહિલા અને બે પુરૂષોને તીનપત્તીનો જુગાર રમતા પકડી લીધા હતા. સરકારી કર્મચારીની માતા જ સરકારા કવાર્ટરમાં આ જુગાર કલબ ચલાવતી હતી.

  • Web18
  • Last Updated :
  • Share this:
ભૂજઃ ભૂજમાં કલેકટર કચેરી સામે આવેલી દ્રિદ્ધા મેશ્ર્વર સરકારી વસાહતમાં એલસીબીએ દરોડો પાડીને છ મહિલા અને બે પુરૂષોને તીનપત્તીનો જુગાર રમતા પકડી લીધા હતા. સરકારી કર્મચારીની માતા જ સરકારા કવાર્ટરમાં આ જુગાર કલબ ચલાવતી હતી.

jugar mahila1

સરકારી વસાહતના મકાન નંબર 17માં સરકારી કર્મચારી ગૌરાંગને મકાન અપાયુ છે તે મકાનમાં આ જ કર્મચારીની માતા અનુસુયાબેન મોરારજી  રામાવત જુગારની કલબ ચલાવતી હતી..પોલીસે દરોડો પાડતા  જયોતિબેન પીપળિયા, હાજુબેન ઈ. હુસેન શેખ, હંસાબેન ઠકકર,  નયનાબેન સોની,  દિનાબેન મહેશભાઈ મહેશ્વરી તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઇ ગઇ હતી.

જયારે સુરેન્દ્ર જગધાર મહેતા અને ખાવડા હિતેશ કાંન્તિલાલ ઠકકરને પણ સ્થળ પરથી જુગાર રમતા પકડી લેવાયા હતા. ઉપરાંત કિન્નર સુહાનીદે મધુદે પણ લાખો રૂપિયા સાથે રાખીને જુગાર રમતા મળી આવ્યો હતો. આ મહિલાઓ પાસેથી કુલ્લ રૂ. 2.41 લાખની રોકડ જપ્ત કરાઈ હતી.

પોલીસના કહેવા મુજબ કચ્છ જિલ્લા પંચાયતમાં બાધકામ શાખામાં ફરજ બજાવતા ગૌરાંત રામાવતને સરકારી વસાહતમાં મકાન અપાયું છે. ત્યાં જ તેની માતા અનુસુયાબેન કલબ ચલાવતી હતી.
First published: