Home /News /crime /

ઝીલીયાના જુગારધામને બંધ કરાવવા ગૃહમંત્રીના આદેશને પણ પોલીસ ઘોળીને પી ગઇ

ઝીલીયાના જુગારધામને બંધ કરાવવા ગૃહમંત્રીના આદેશને પણ પોલીસ ઘોળીને પી ગઇ

પાટણઃ ચાણસ્માના ઝીલીયા ગામે ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ મામલે પોલીસની ઢીલી નીતીને લઇને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. હજુ સુધી પોલીસે જુગારીઓ પર કોઇ કાર્યવાહી નહીં કરતાંસ્થાનિક લોકોમાં પણ અનેક ચર્ચાઓ ઉઠી છે. રાજકારણીઓના દબાણ હેઠળ પોલીસ લાચાર બની હોવાની ચર્ચા પણ છે. અમારા ગૃપની ગુજરાતી ન્યુઝ ચેનલ ઇટીવી દ્વારા જુગારધામનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

પાટણ જીલ્લાના ચાણસ્માના ઝીલીયા ગામે ધાણાધોરડા ફાર્મમાં સંતોષ ગૌશાળાની આડમાં મસમોટા રોયલ કન્ટેનરમાં ચાલતા જુગારધામને ઈટીવીએ એક્સપોસ કર્યુ હતું. તમામ જુગારીઓને ઓન સ્ક્રીન ખુલ્લા પાડ્યા હતા. તમામના હાથમાં 500 અને 1000ની નોટો સાથે જુગાર રમતા દેખાઈ આવ્યા હતા. તેમ છતા પાટણ એસપીએ લાચારી દર્શાવી છે. પોલીસે અમે રેડ કરી છતાય કશુ જ ન મળ્યુ તેથી કોઈ કાર્યવાહી થઈ શકે નહી તેમ કહી પોતાની ફરજ સામે પાછી પાની કરતી જોવા મળી છે. અને આજદીન સુધી કોઈ જ યોગ્ય કાર્યવાહી કરવામા આવી નથી.
ગૃહમંત્રી રજનીકાંત પટેલે આદેશ કર્યા અને ઈટીવીના સ્ટીંગ ઓપરેશન બાદ
કહ્યુ કે કોઈ પણ ચમરબંધીને બક્ષવામા નહી આવે. પરંતુ ગૃહપ્રધાનના આદેશ પણ ખોખલા બનીને જ રહી ગયા છે. પોલીસ પણ નીષ્ક્રીય છે. આખરે કન્ટેનર ક્લબનુ સંચાલન કરતા વિષ્ણુ ઠાકોરની વાતો સાચી જ ઠરે છે કે કોઈની તાકાત નથી કે આ કન્ટેનર કલ્બ સામે આગળી પણ ચીધી શકે.

રાજકીયા માથાઓ અને પોલીસની મીલીભગત હોવાનુ સ્પસ્ટ જણાઈ આવે છે હાલ ઈટીવીના સ્ટીંગ ઓપરેશન થકી જુગાર ક્લબતો બંધ થઈ છે. પરંતુ એક પણ આરોપી જુગારીને અરેસ્ટ કરાયા નથી કે આ સમગ્ર રેકેટ પાછળ કોઈ પણ તપાસ થઈ શકી નથી.

ત્યારે આનંદીબહેન સરકારમાં પ્રજાને યોગ્ય ન્યાય કેવી રીતે મળશે. તે હાલ મોટો પ્રશ્ન સામે આવ્યો છે. હવે તો મુખ્યપ્રધાને જ કાર્યવાહીના આદેશ કરવા પડશે. કારણ કે ગૃહપ્રધાનના આદેશ બાદ કાર્યવાહી થઈ શકી નથી.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, જુગારધામ, દેશ, રાજકારણ, વિરોધ, વિવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन