Home /News /crime /crime news: પાંચ બાળકોની માતાને પરપુરુષ સાથે ઈલુ ઈલુ કરવું ભારે પડ્યું, આશિકે આપ્યું દર્દનાક મોત

crime news: પાંચ બાળકોની માતાને પરપુરુષ સાથે ઈલુ ઈલુ કરવું ભારે પડ્યું, આશિકે આપ્યું દર્દનાક મોત

પોલીસ ટીમ અને મહિલાની ફાઈલ તસવીર

jharkhand crime news: પ્રેમ પ્રકરણની (love story) આ હત્યાની ઘટના બાદ મૃતકના સંબંધીઓ સતત ઇસરાફીલ નામના યુવક પર હત્યાનો આરોપ લગાવી રહ્યા હતા. જેના આધારે પોલીસે (police) ઈસરાફીલની ધરપકડ કરી હતી.

  ગોડાઃ ઝારખંડની ગોડ્ડા પોલીસે 4 જાન્યુઆરીએ એક મહિલાની હત્યાના કેસનો (Godda Murder Case) ચોંકાવનાર ખુલાસો કર્યો છે. આ કેસમાં પોલીસે મૃતકના પ્રેમીની (boyfriend) ધરપકડ કરી લીધી છે. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. મહેરમાના બનૌધાના શીતલા મંદિર પાસે એક મહિલાની ચપ્પુ મારીને હત્યા (woman killed by knife) કરવામાં આવી હતી.

  પોલીસ માટે હત્યાનો ભેદ ઉકેલવો સરળ ન હતો. પરંતુ પ્રેમ પ્રકરણની (love story) આ હત્યાની ઘટના બાદ મૃતકના સંબંધીઓ સતત ઇસરાફીલ નામના યુવક પર હત્યાનો આરોપ લગાવી રહ્યા હતા. જેના આધારે પોલીસે (police) ઈસરાફીલની ધરપકડ કરી ત્યારે પૂછપરછ દરમિયાન તેણે હત્યા (murder case) અને હત્યાનું કારણ જણાવ્યું હતું.

  પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે મૃતક મહિલા આશા દેવીને મેહરમાના ઈસરાફીલ સાથે થોડા દિવસોથી અફેર ચાલતું હતું. મહેરમા ઈન્સ્પેક્ટર રમાકાંત તિવારીએ જણાવ્યું કે પરિવારના સભ્યોની શંકાના આધારે કેસ નોંધીને તપાસ ચાલી રહી હતી. પરંતુ ઈસરફિલ સતત પોલીસથી ભાગી રહ્યો હતો. બુધવારે મોડી સાંજે તે જિલ્લામાંથી ભાગવા માંગતો હતો. જે દરમિયાન તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે તેણે 4 જાન્યુઆરીએ મહિલાની હત્યા કરી હતી.

  આ પણ વાંચોઃ-Surendranagar:22 વર્ષની દિવ્યાંગ યુવતીના દુષ્કર્મીને 10 વર્ષની જેલ, ઢિંગલી આપીને પીડિતા પાસે જાણી હતી હકીકત

  પ્રેમીએ કેમ કરી હત્યા?
  આરોપીએ જણાવ્યું કે આશા દેવી સાથે તેના સંબંધો થોડા દિવસોથી ચાલી રહ્યા હતા. મહિલા આશા દેવી પહેલાથી જ પરિણીત હતી અને મહિલાને 5 બાળકો પણ હતા. જ્યારે આશાના પરિવારજનોને ઈસરફીલ અને આશાના પ્રેમસંબંધની જાણ થઈ તો તેઓએ તેને ઘરેથી બોલાવી તેના પર નજર રાખવાનું શરૂ કર્યું. બંનેને લગભગ એક વર્ષ સુધી અલગ રાખવામાં આવ્યા હતા.

  આ પણ વાંચોઃ-Ahmedabad news: તું નોકરીએથી આવીશ ત્યારે રસ્તા વચ્ચે તને ઉઠાવી લેવડાવીશું, પરિણીતાને જેઠની ધમકી

  એક વર્ષ દરમિયાન, ઇસરાફિલના લગ્ન અન્ય છોકરી સાથે નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ ઇસરાફિલને ખબર હતી કે જ્યારે તે બીજે ક્યાંક લગ્ન કરશે, ત્યારે આશા તેને પરેશાન કરશે. આ ડરના કારણે તે આશાને રસ્તામાંથી દૂર કરવા માંગતો હતો અને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

  આ પણ વાંચોઃ-દાહોદઃ કમકમાટી ભર્યો Accident, ટ્રકે બાઈક સહિત વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી, સ્કૂલથી ઘરે જતા મોતને ભેટી

  આ પછી યુવકે ફરી આશાને પ્રેમભરી વાતોમાં ફસાવી અને તેને ઘરની બહાર લઈ ગયો. આરોપીએ આશાને ખાતરી આપી હતી કે તું ઘરની બહાર નીકળી જા, પછી હું તને ઉપાડી જઈશ, એટલે કે અમે બંને ભાગી જઈશું. 4 જાન્યુઆરીની સવારે આશા શૌચના બહાને ઈસરફીલને મળવા ગઈ હતી અને ઈસરાફીલ પણ પૂરી યોજના સાથે તેને મળવા આવ્યો હતો. તે મળી આવતાં જ તેણે આશાને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Crime news, Gujarati news, Jharkhand News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन