વ્યાપમં કૌભાંડની તપાસ કરવા જઇ રહેલા CBI અધિકારી ઝાંસી સ્ટેશનમાં બેહોશ હાલતમાં મળી આવ્યા

ઝાંસી# સતત થઇ રહેલા મોતથી ચર્ચામાં આવેલ વ્યાપમં કૌભાંડમાં ગુરૂવારના રોજ એક વધુ શંકાસ્પદ ઘટના ઘટી છે. વ્યાપમં કૌભાંડની તપાસ કરવા માટે દિલ્હીથી ગ્વાલિયર જઇ રહેલા સીબીઆઇના ડેપ્યુટી. એસપી બુધવારે અચાનક બ્રેન હેમરેજના ભોગ બન્યા હતા.

  • News18
  • Last Updated :
  • Share this:
ઝાંસી# સતત થઇ રહેલા મોતથી ચર્ચામાં આવેલ વ્યાપમં કૌભાંડમાં ગુરૂવારના રોજ એક વધુ શંકાસ્પદ ઘટના ઘટી છે. વ્યાપમં કૌભાંડની તપાસ કરવા માટે દિલ્હીથી ગ્વાલિયર જઇ રહેલા સીબીઆઇના ડેપ્યુટી. એસપી બુધવારે અચાનક બ્રેન હેમરેજના ભોગ બન્યા હતા.

ડેપ્યુટી. એસપી બેહોશ થયેલી હાલતમાં ઝાંસીના રેલ્વે સ્ટેશનમાં મળી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઇ અધિકારી બિન્દુ શેખર ઝા દિલ્હીથી વ્યાપમ કૌભાંડની તપાસ માટે ગ્વાલિયર જઇ રહ્યાં હતા.

શેખર ઝાને ઝાંસીના પ્લેટફોર્મ નંબર 4ના ફુટઓવર બ્રીજ પર જીઆરપીને બેહોશ થયેલી હાલતમાં મળી આવ્યા હતા. તેઓને તરત જ સ્થાનિક મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ જણાવ્યું કે, સીબીઆઇ અધિકારીને બ્રેન હેમરેજ થયું છે.

સીબીઆઇ અધિકારી બિન્દુ શેખર ઝા પાસેથી મળી આવેલ ઓળખપત્રના આધાર પર તેમની ઓળખ કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્થાનિક પોલીસે દિલ્હી ખાતે તેમના પરિવારને જાણ કરી હતી.

પત્નીએ ફોન દ્વારા પોલીસને જણાવ્યું કે, બિન્દુ શેખર માલવા એક્સપ્રેસથી ગ્વાલિયરના માટે રવાના થયા હતા. મેડિકલ કોલેજના ડૉક્ટરો તેમની હાલત ગંભીર જોતા, ગ્વાલિયર ખાતે રેફર કરવામાં આવ્યાં છે. જીઆરપી ના એસપી રામ બોધના કહેવા અનુસાર અધિકારી સાથે ગ્વાલિયર સુધી જીઆરપીની એક ટીમ પણ મોકલી આપી છે.

ઉલ્લેખનીય છે કે, વ્યાપમં ઘોટાળામાં અત્યાર સુધી 50થી વધુ મોત થઇ ચૂકી છે. મારનારમાં એક ખાનગી ટીવી ચેનલના પત્રકાર અક્ષય સિંહ પણ શામેલ છે. અક્ષય સહિત અન્ય તપાસમાં જોડાયેલા પોલીસકર્મીઓના મોત બાદ આ ઘોટાળાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે.
First published: