Home /News /crime /

બાઇક પર જઇ રહેલા સોનીને લાકડાના ફટકા મારી રૂ.1.69લાખની લૂંટ

બાઇક પર જઇ રહેલા સોનીને લાકડાના ફટકા મારી રૂ.1.69લાખની લૂંટ

છોટા ઉદેપુરઃ છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના સોનીને પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામ પાસે બે શખ્સોએ ચાલૂ બાઇક પર લાકડીના ફટકા મારી હુમલો કરી રૂપીયા 1.69 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી નાસી છુટ્યાની ઘટના સામે આવી છે.

  • Web18
  • Last Updated :
છોટા ઉદેપુરઃ છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના  સોનીને પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામ પાસે બે શખ્સોએ ચાલૂ બાઇક પર લાકડીના ફટકા મારી હુમલો કરી  રૂપીયા 1.69 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી નાસી છુટ્યાની ઘટના સામે આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રહેતા અને  પાવીજેતપુર તાલુકાના  ઉચાપણ ગામે સોનીની  દુકાન ધરાવતા  હરેશ ભાઈ સોની નો પુત્ર  શિવમ નિત્યક્રમ મુજબ  સાંજે પોતાની જ્વેલર્સની દુકાન બંદ કરી સોની કામના દાગીના એક થેલામા લઈ તેને બાઈક ની ડીકીમા મુકી બાઈક લઈ પરત બોડેલી આવી રહ્યો હતો.

દરમિયાન પંચમહાલ જિલ્લાના કણજિપાણી ગામના જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તેને પાછળથી  આવી માથાના ભાગે લાકડીનો ફટકો મારી પાડી દઈ મારમારી તેના ઉપર હુમલો કરતા બેભાન બનેલા શિવમ પાસેથી અંદાજે 1.69 લાખ ના સોનાચાદીના દાગીના ભરેલ થેલો લઈ ફરાર થઈ ગયા હતા.

થોદીવાર બાદ ભાનમા આવેલા શિવમે પોતાના પરિવારજનો ને જાણ કરતા તેમણે ઈજાગ્રસ્ત શિવમને બોડેલી દવાખાને સારવાર અર્થે ખસેડી બનાવ પંચમહાલની હદમા બનેલ હોવાથી  જાંબુઘોડા પોલીસ મા બનાવની ફરિયાદ નોધાવી છે.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, જવેલર્સ, પોલીસ, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन