Home /News /crime /

બાંગ્લાદેશ-માલદીવમાં ISનો ડોળો, ભારત સામે વધ્યો ખતરો

બાંગ્લાદેશ-માલદીવમાં ISનો ડોળો, ભારત સામે વધ્યો ખતરો

સમગ્ર વિશ્વમાં આતંકવાદ અને હેવાનિયત માટે કુખ્યાત આતંકી સંગઠન ISIS હવે ભારત માટે ખતરો બનવા જઇ રહ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, આતંકી આ સંગઠને બાંગ્લાદેશ અને માલદીવમાં પોતાનો પગ જમાવ્યો છે.

સમગ્ર વિશ્વમાં આતંકવાદ અને હેવાનિયત માટે કુખ્યાત આતંકી સંગઠન ISIS હવે ભારત માટે ખતરો બનવા જઇ રહ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, આતંકી આ સંગઠને બાંગ્લાદેશ અને માલદીવમાં પોતાનો પગ જમાવ્યો છે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # સમગ્ર વિશ્વમાં આતંકવાદ અને હેવાનિયત માટે કુખ્યાત આતંકી સંગઠન ISIS હવે ભારત માટે ખતરો બનવા જઇ રહ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, આતંકી આ સંગઠને બાંગ્લાદેશ અને માલદીવમાં પોતાનો પગ જમાવ્યો છે.

ભારતના પડોશી દેશો નેપાળ અને માલદીવમાં ખૂંખાર આતંકી સંગઠન આઇએસની વધી રહેલી પકડથી ચિંતાનો માહોલ સર્જાયો છે. આઇએસ ભારતની ચારે તરફ નાના નાના દેશોમાં પોતાનો પગ જમાવી રહ્યું છે. માલદીવ અને બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા મોટા હુમલા આ તરફ ઇશારો કરી રહ્યા છે.

સિક્યોરિટી ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા માલદીવમાં 250 નાગરિક આઇએસમાં જોડાવા દેશ છોડી ચુક્યા છે અને રિપોર્ટ્સ અનુસાર ઇરાક-સીરિયામાં લડતાં લડતાં ચાર જણા તો માર્યા પણ ગયા છે.

આઇએસના આધિપત્યવાળા વિસ્તારમાં 30 નાગરિક માલદીવ પરત આવ્યા છે અને રિપોર્ટ્સ અનુસાર તે દેશમાં આઇએસ માટે સક્રિય થઇ કામ કરી રહ્યા છે. માલદીવની કુલ વસ્તી 3 લાખ 45 હજાર છે.

અહીં નોંધનિય છે કે, એક મહિના પહેલા માલદીવની રાજધાની માલેમાં આઇએસના સમર્થનમાં રેલી પણ નીકળી હતી. આ રેલીમાં શરિયા કાયદો લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં 31 ઓગસ્ટે એક વીડિયો પણ રિલીઝ કરાયો હતો જેમાં ચહેરા ઢાંકેલા ત્રણ યુવકો માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન અબ્દુલ ગયૂમને મારવાની ધમકી આપતા દેખાય છે. આ યુવકોએ આ દ્રીપ દેશમાં આતંકી પ્રવૃત્તિને વધારવાની પણ ચેતાવણી આપી હતી.

સોમવારે જ માલદિવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન અબ્દુલ ગયૂમ અને અને એમના પત્નિ ફાતિમા ઇબ્રાહિમનો સ્પીડબોટમાં થયેલા વિસ્ફોટ થતાં આબાદ બચાવ થયો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 5 બાંગ્લાદેશી યુવકો પણ આઇએસમાં જોડાઇ ચુક્યા છે અને ઇરાક-સીરિયામાં આ સંગઠન માટે લડી રહ્યા છે. જેમાં એકનું મોત થયું છે. બાંગ્લાદેશમાં સોમવારે રાતે સખત સુરક્ષાવાળા વિસ્તારમાં એક રાહત કાર્યકર્તાની ગોળી મારી હત્યા કરવામાં આવી. બાંગ્લાદેશમાં હત્યાની આવી આ પહેલી ઘટના છે.
First published:

Tags: આઇએસ, આતંકવાદ, ઇસ્લામિક સ્ટેટ, બાંગ્લાદેશ, ભારત, માલદિવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन