યોગ દિવસે આતંકી હુમલાની દહેશત, હાફિઝે રચ્યો કારસો

21મી જૂને સમગ્ર વિશ્વમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનારી છે ત્યારે આ દિવસે દેશમાં આતંકી હુમલાની દહેશત ઉઠવા પામી છે. આંતકવાદી હાફિઝ સઇદ દ્વારા આતંકી હુમલાનો પ્લાન બનાવાયો હોવાનું જાણવા મળી રહી રહ્યું છે. આતંકી સંગઠન દેશને નિશાન બનાવી શકે એમ છે.

21મી જૂને સમગ્ર વિશ્વમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનારી છે ત્યારે આ દિવસે દેશમાં આતંકી હુમલાની દહેશત ઉઠવા પામી છે. આંતકવાદી હાફિઝ સઇદ દ્વારા આતંકી હુમલાનો પ્લાન બનાવાયો હોવાનું જાણવા મળી રહી રહ્યું છે. આતંકી સંગઠન દેશને નિશાન બનાવી શકે એમ છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # 21મી જૂને સમગ્ર વિશ્વમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનારી છે ત્યારે આ દિવસે દેશમાં આતંકી હુમલાની દહેશત ઉઠવા પામી છે. આંતકવાદી હાફિઝ સઇદ દ્વારા આતંકી હુમલાનો પ્લાન બનાવાયો હોવાનું જાણવા મળી રહી રહ્યું છે. આતંકી સંગઠન દેશને નિશાન બનાવી શકે એમ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર હિજબુલ મુજાહિદિને બે આતંકવાદીઓને દિલ્હી પહોંચાડવાની જવાબદારી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. વળી બે આતંકવાદીઓને અમરનાથ યાત્રાને પણ નિશાન બનાવવા માટે કહેવાયું છે.

સુત્રોના જણાવ્યા મુજબ સરહદ પેલે પારથી ચાર આતંકવાદીઓ સરહાદ ઓળંગવાની પેરવીમાં છે. આ અંગે ગુપ્ત એજન્સીઓ દ્વારા કેન્દ્ર સરકારને જાણકારી પણ આપવામાં આવી છે. પહેલી જૂને લશ્કર, જૈશ અને હિજ્બુલના આતંકવાદીઓ સાથે મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ એવા હાફિઝ સઇદની બેઠક થઇ હતી. જેમાં આ હુમલાને અંજામ આપવા માટે કારસો ઘડાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અહીં નોંધનિય છે કે, 21મી જૂને વિશ્વ યોગ દિવસના અવસરે દિલ્હીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજપથ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના છે અને યોગ કરવાના છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મોટા નેતાઓ જોડાવાના છે.

વધુ વાંચો

નાગપુરમાં મુસ્લિમ બિરાદરોએ કર્યા યોગ
First published: