"સોરી મમ્મી હું બગડી ગયો છું, મને માફ કરી દેજો" Online Game રમવાની આદતને કારણે વિદ્યાર્થીનો આપઘાત
"સોરી મમ્મી હું બગડી ગયો છું, મને માફ કરી દેજો" Online Game રમવાની આદતને કારણે વિદ્યાર્થીનો આપઘાત
આત્મહત્યા કરનાર યુવક
Madhya Pradesh Crime News: ઓનલાઈન ગેમ રમવાની (online game) આદતના કારણે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેવાના કારણે પરેશાન થઈ જતા આ વિદ્યાર્થીએ આપઘાત (students suicide) કરી લીધો હતો.
ઈન્દોર: ‘સોરી મમ્મી હું બગડી ગયો છું. મને માફ કરી દેજો. મને ઘરે આવાની કે ક્યાંય પણ જવાની ઈચ્છા થતી નથી. મારાથી ઘરની પરિસ્થિતિ જોવાતી નથી. હું ક્યાં જઉં.’ આપઘાત કરતા પહેલા એક વિદ્યાર્થીએ (students suicide) પોતાની માતાને આ ચિટ્ઠી લખી (suicide note) હતી. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના કારણે તે ઓનલાઈન જુગાર રમવા (online gambling) લાગ્યો હતો અને બધું જ હારી ગયો હતો.
ઓનલાઈન ગેમ રમવાની આદતના કારણે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેવાના કારણે પરેશાન થઈ જતા આ વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા તેણે બે પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી.
પૈસાની તાણને કારણે જુગાર રમવાની લત્ત લાગી ગઈ
જિતેન્દ્ર વાસ્કલે નામનો વિદ્યાર્થી ખરગોનનો રહેવાસી હતો. ઈન્દોરના ભંવરકુઆ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને SY.BAમાં ભણતો હતો. ભણવાની સાથે સાથે જિતેન્દ્ર સિક્યોરિટી ગાર્ડની નોકરી પણ કરતો હતો. વધુ પડતુ કમાવાની લાલચમાં તે ઓનલાઈન જુગાર રમવા લાગ્યો હતો. જુગાર રમવા માટે તેણે ઓનલાઈન કંપની પાસેથી લોન લીધી હતી પરંતુ, તે બધું જ હારી ગયો હતો. દેવા માટે કંપની વારંવાર પરેશાન કરવા લાગી તો જિતેન્દ્રએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તેણે તેની બહેનને સોરીનો મેસેજ કરીને માફી પણ માંગી હતી. બહેને સોરી કહેવા માટેનું કારણ પૂછ્યું પરંતુ, તેણે કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ તેણે તેની માતાને બે પાનાની સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો.
સોરી મમ્મી હું બગડી ગયો છું
‘સોરી મમ્મી હું બગડી ગયો છું. મને માફ કરી દેજો. મને ઘરે આવાની કે ક્યાંય પણ જવાની ઈચ્છા થતી નથી. મારાથી ઘરની પરિસ્થિતિ જોવાતી નથી. હું ક્યાં જઉં. ઘર કે જમીન કંઈ જ નથી. જે પણ આપણી પાસે હતું એ તેઓએ છીનવી લીધું હતું. હું મારા પરિવાર અને મિત્રોને ખૂબ જ પ્રેમ કરું છું. પૈસાની લાલચમાં મને જુગાર રમવાની લત્ત લાગી ગઈ હતી. હું માનતો હતો કે ઓનલાઈન ગેમ રમીને પૈસા જીતીને મમ્મી પપ્પા માટે એક ઘર અને થોડી જમીન લઈ લઈશ. પરંતુ હું જીતી ના શક્યો.’
દેવા માટે કંપની ધમકાવતી હતી
જિતેન્દ્રએ સ્યુસાઈડ નોટમાં લખ્યું કે, નોકરીના જે પણ પૈસા આવે તે તેના માતા પિતાને આપવામાં આવે. સ્યુસાઈડ નોટમાં પોલીસ અધિકારીઓ અને સરકારને સંબોધિત કરીને પણ કેટલીક વાતો જણાવવામાં આવી છે. નોટમાં જણાવવામાં આવ્યું છે કે, જે ઓનલાઈન કંપની પાસેથી લોન લીધી હતી તે કંપની પૈસા વસૂલવા માટે મેઈલ અને whatsapp પર અપશબ્દો લખીને મોકલી રહી છે.
તે તમામ સંપર્ક ધરાવતા લોકોને શોધીને તેમને મેસેજ કરી રહ્યા છે. મહેરબાની કરીને આ લોનની વસૂલી મારા પરિવાર પાસેથી ના કરવામાં આવે. તેમની જે પણ જમીન છીનવવામાં આવી હતી તે પરત કરી દેવામાં આવે.
સોરીનો મેસેજ
જિતેન્દ્રએ સોરીનો મેસેજ કર્યા બાદ પરિવાર કંઈક થઈ હોવાની આશંકા થઈ હતી. આશંકા થતા પરિવારજનોએ જિતેન્દ્રની સાથે રહેતા લોકોને ફોન કર્યો અને જિતેન્દ્રના ઘરે મોકલ્યા હતા. તેઓ જીતેન્દ્રના ઘરે પહોંચે તે પહેલા જિતેન્દ્રએ આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપી દીધો છે.
ઓનલાઈન કંપની પાસેથી લોન લીધી
જિતેન્દ્ર પોતાની ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ખૂબ જ પરેશાન હતો. પરિવારને આર્થિક રીતે મજબૂત કરવા માટે તેણે ખોટો રસ્તો અપનાવીને જુગાર રમવાનું શરૂ કરી દીધું. તેણે કોઈ ઓનલાઈન કંપની પાસેથી અનેકવાર લોન લીધી હતી પરંતુ, તે જુગાર હારી ગયો. ત્યારબાદ લોન આપનાર કંપનીઓ પૈસા પાછા લેવા માટે ખૂબ જ દબાણ કરી રહી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર