Home /News /crime /

બાલીથી છોટા રાજનના પ્રત્યાપર્ણની કાર્યવાહી પૂર્ણ, મોડી રાતે ભારત લવાય એવી શક્યતા

બાલીથી છોટા રાજનના પ્રત્યાપર્ણની કાર્યવાહી પૂર્ણ, મોડી રાતે ભારત લવાય એવી શક્યતા

ઇન્ડોનેશિયાના બાલીમાં ધરપકડ કરાયેલ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ભારત લાવવાની અડચણો છેવટે દુર થઇ છે. છોટા રાજનને ભારત લાવવા માટેની પ્રત્યાપર્ણ કાર્યવાહી તેમજ વિમાન સહિતની કામગીરી પૂર્ણ થતાં મોડી રાતે ભારત આવી શકે છે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ઇન્ડોનેશિયાના બાલીમાં ધરપકડ કરાયેલ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ભારત લાવવાની અડચણો છેવટે દુર થઇ છે. છોટા રાજનને ભારત લાવવા માટેની પ્રત્યાપર્ણ કાર્યવાહી તેમજ વિમાન સહિતની કામગીરી પૂર્ણ થતાં મોડી રાતે ભારત આવી શકે છે.

ભારતમાં વિવિધ ગુનામાં સંડોવાયેલ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની ગત 25મીએ બાલીમાં પોલીસે ધરપકડ કરી હતી. ભારતમાં તે મોસ્ટ વોન્ટેડ હોવાથી એને ભારત લાવવા માટે મુંબઇ પોલીસ અને સીબીઆઇની ટીમે બાલીમાં ધામા નાંખ્યા હતા. પરંતુ ખરાબ હવામાન સહિતની વિવિધ અડચણો નડી હતી. પરંતુ છેવટે આજે બપોરે છોટા રાજનને ભારત લાવવાનો રસ્તો સાફ થયો છે.

છોટા રાજનને ભારત લાવનાર વિમાનને ઉડાન માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે અને મોડી રાતે ભારત આવવાની સંભાવનાઓ જોવાઇ રહી છે.

હવે જોવાનું એ રહે છે કે છોટા રાજનને મુંબઇ લઇ જવાય છે કે દિલ્હીમાં રાખવામાં આવે છે. પોતાની ઉપર ખતરો હોવાની તેમજ મુંબઇ પોલીસના કેટલાક માણસો દાઉદ સાથે સંકળાયેલા હોવાનો છોટા રાજને ઘટસ્ફોટક કર્યો હતો.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, ઇન્ડોનેશિયા, છોટા રાજન, દાઉદ ઇબ્રાહિમ, મુંબઇ પોલીસ, સીબીઆઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन