Home /News /crime /

શક્તિ 2016 : ભારત-ફ્રાન્સ સૈન્ય અભ્યાસ આજથી પ્રારંભ

શક્તિ 2016 : ભારત-ફ્રાન્સ સૈન્ય અભ્યાસ આજથી પ્રારંભ

ભારતીય અને ફ્રાન્સિસ સૈનિકો આજથી આઠ દિવસ માટે આતંકવાદ વિરોધી સંયુક્ત અભ્યાસનો પ્રારંભ કરશે. શક્તિ-2016માં ભાગ લેવા માટે ફ્રાન્સના સાતમી આર્મ્ડ બ્રિગેડના 35મી ફેક્ટરી રેજીમેન્ટના 56 સૈન્ય જવાનો જોધપુર આવી પહોંચ્યા છે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ભારતીય અને ફ્રાન્સિસ સૈનિકો આજથી આઠ દિવસ માટે આતંકવાદ વિરોધી સંયુક્ત અભ્યાસનો પ્રારંભ કરશે. શક્તિ-2016માં ભાગ લેવા માટે ફ્રાન્સના સાતમી આર્મ્ડ બ્રિગેડના 35મી ફેક્ટરી રેજીમેન્ટના 56 સૈન્ય જવાનો જોધપુર આવી પહોંચ્યા છે.

મેજર થિબાઉત દી લાકોસ્તે લારેમોન્ડેના નેતૃત્વવાળું ફ્રાન્સિસી ગ્રુપ ગુરૂવારે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આવી પહોંચ્યું હતું. અહીં આવતાં ભારતીય સૈન્ય જવાનો અને અધિકારીઓ દ્વારા એમનું પરંપરાગત રીતે તિલક કરીને સ્વાગત કરાયું હતું.

ભારતીય સેનાના એક નિવેદનમાં કહેવાયું છે કે, આ અભ્યાસ બંને સેનાઓ માટે એકબીજાના અનુભવો શેર કરવા તથા શીખવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. આ અભ્યાસ માટે ભારતીય સેના તરફથી ગઢવાલ રાયફલ્સની બીજી બટાલિયનને પસંદ કરવામાં આવી છે.

ફ્રાન્સની સાતમી આર્મ્ડ બ્રિગેડની 35મી ફેક્ટરી રેજીમેન્ટના 56 સૈનિકોના ગ્રુપનું નેતૃત્વ મેજર થીબુ કરી રહ્યા છે. આ અભ્યાસ શિબિર 16મી જાન્યુઆરી સુધી ચાલશે.
First published:

Tags: અભ્યાસ, જોધપુર, ફ્રાન્સ, ભારત, શિબિર, સૈનિક

આગામી સમાચાર