સિંગાપુરઃ 11 વર્ષના બાળકને જાતિય પ્રવૃત્તિ માટે ઉશ્કેરવા બદલ ભારતીય મહિલાને જેલ

News18 Gujarati
Updated: December 1, 2018, 10:23 AM IST
સિંગાપુરઃ 11 વર્ષના બાળકને જાતિય પ્રવૃત્તિ માટે ઉશ્કેરવા બદલ ભારતીય મહિલાને જેલ
પ્રતિકાત્મક તસવીર

મહિલાએ એકલતાનો લાભ લઈને તેના માલિકના 11 વર્ષના છોકરા સાથે જાતિય આનંદ માણવાના પ્રયાસો કર્યા હતા.

  • Share this:
સિંગાપુરઃ અહીં એક ભારતીય મૂળની મહિલાને 18 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. મહિલા જે ઘરમાં મૅડ તરીકે કામ કરી રહી હતી તે પરિવારના 11 વર્ષના દીકરાને તેણીએ જાતિય પ્રવૃત્તિઓ માટે ઉકસાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ગુનામાં તેણીને દોઢ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

ચેનલ ન્યૂઝ એશિયાના જણાવ્યા પ્રમાણે 33 વર્ષીય મહિલાને 22મી નવેમ્બરના રોજ સજા ફટકારવામાં આવી હતી. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ચાર જાન્યુઆરી 2016 પછીના ચાર મહિના સુધી મહિલાએ એકલતાનો લાભ લઈને તેના માલિકના 11 વર્ષના છોકરા સાથે જાતિય આનંદ માણવાના પ્રયાસો કર્યા હતા.

આ કેસ કોર્ટમાં ચાલ્યો ત્યારે દલીલો કરવામાં આવી હતી કે મહિલાના આવા કૃત્યથી 11 વર્ષનો માસૂમ પરેશાન થઈ ગયો હતો. નાની ઉંમરમાં જ બાળકની નિર્દોષતા છીનવાઈ ગઈ હતી. એટલું જ નહીં મહિલાએ આ અંગેનો વીડિયો પણ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કર્યો હતો અને બાળકને આ વાત કોઈને નહીં કહેવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચોઃ Forbes: અમેરિકાની ટેક કંપનીઓમાં ચાલે છે આ ભારતીય મહિલાઓનો સિક્કો

પોલીસના જણાવ્યા પ્રમાણે, બાળકના પરિવારને જુલાઇ 2016માં માલુમ પડ્યું હતું કે તેમણે બાળકની દેખરેખ માટે જ મહિલાને નોકરી પર રાખી છે તે સારસંભાળને બદલે બદલે તેના દીકરા સાથે ગંદી હરકતો કરી રહી છે. આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તેણીને દોઢ વર્ષની જેલની સજા ફટકારી છે. આ દુષ્કૃત્ય માટે તેણીને સાત વર્ષ સુધીની જેલ અને 20 હજાર સિંગાપુર ડોલરનો દંડ થઈ શકતો હતો. કોર્ટે મહિલાને ચાર ગુનામાં દોષિત માનીને સજા ફટકારી હતી.
First published: December 1, 2018
વધુ વાંચો
अगली ख़बर