ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારીની ધરપકડ, પાક. માટે કરતો હતો જાસૂસી
ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારીની ધરપકડ, પાક. માટે કરતો હતો જાસૂસી
નવી દિલ્હી# ભારતીય વાયુસેના માંથી બર્ખાસ્ત કરાયેલા એક અધિકારીની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પંજાબ થી ધરપકડ કરી છે. આ બર્ખાસ્ત અધિકારી પર પાકિસ્તાનના આઇએસઆઇ સમર્થિત ગુપ્ત એજન્સીઓ સાથે ગુપ્ત દસ્તાવેજોને કથિત રૂપથી લીક કરવાનો આરોપ છે.

નવી દિલ્હી# ભારતીય વાયુસેનામાંથી બર્ખાસ્ત કરાયેલા એક અધિકારીની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પંજાબ થી ધરપકડ કરી છે. આ બર્ખાસ્ત અધિકારી પર પાકિસ્તાનના આઇએસઆઇ સમર્થિત ગુપ્ત એજન્સીઓ સાથે ગુપ્ત દસ્તાવેજોને કથિત રૂપથી લીક કરવાનો આરોપ છે.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આરોપીની ઓળખ રંજીતના રૂપમાં થઇ છે, જે ભટિંડામાં ભારતીય વાયુસેનામાં પોસ્ટેડ હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા તેના વિરૂદ્ધ પુરાવા મળ્યા બાદ વાયુસેના માંથી બર્ખાસ્ત કરી દેવાયા હતા.
વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, કેરલનો રહેવાસી રંજીતને ગત રોજ સોમવારે ધરપકડ કરી દિલ્હી લવાયો છે. તપાસ અધિકારીએ જણાવ્યું કે, રંજીતે આઇએસઆઇ સમર્થિત જાસૂસી ગેંગના સંચાલકોને ઇ મેલ દ્વારા ગુપ્ત માહિતીઓ લીક કરી છે.
તેઓએ જણાવ્યું કે, રંજીતને એક અજાણી મહિલાએ જાસૂસીના જાળમાં ફાસાવ્યો હતો, જેની મુલાકાત એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર થઇ હતી. આઇએસઆઇ સમર્થિત જાસૂસી ગેંગનો પર્દાફાશ કરવાના મામલામાં રંજીતની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સેના ના એક પૂર્વ અને એક વર્તમાન સૈનિક તથા બીએસએફના એક વર્તમાન સૈનિક સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીએ કહ્યું કે, હાલ પોલીસ એ તપાસ કરવામાં સફળ રહી નથી કે, રંજીતને કોઇ અન્ય ગેંગ સાથે કોઇ સબંધ હતો કે નહીં, જેનો સોર્સ અહીંયાના પાકિસ્તાની ઉચ્ચાયુક્તના કાર્યાલય સુધી જોવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર