Home /News /crime /IND VS SL: રાજકોટના ટીમ ઈન્ડિયાનો ગજબ રેકોર્ડ, ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો, સટ્ટા બજારમાં ભરશિયાળે ગરમી
IND VS SL: રાજકોટના ટીમ ઈન્ડિયાનો ગજબ રેકોર્ડ, ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો, સટ્ટા બજારમાં ભરશિયાળે ગરમી
india vs sri lanka
INDIA VS SRILANKA: આજે રાજકોટમાં ભારતીય ટીમ શ્રીલંકાની બેટિંગને પરેશાન કરવાના પ્રયાસરૂપે વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન આપી શકે છે અને બેટિંગ ક્રમમાં વધારાનો બેટ્સમેન ઉમેરી શકે છે.
IND SL Rajkot Pitch Report: પ્રથમ મેચમાં ભારતની દિલઘડક જીત બાદ બીજી મેચમાં ખરાબ બોલિંગ અને બેટિંગને કારણે ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ બોલિંગ બાદ 200થી વધુ ચેસિંગમાં ખરાબ શરૂઆત બાદ અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવની મજબૂત લડતે ભારત માટે ફરી આશા જગાવી હતી પરંતુ અંતિમ ઓવરમાં યાદવની વિકેટ અને અક્ષરને સાથ ન મળતા સીરીઝ હાલ 1-1ની બરાબરી પર છે. આજે ત્રીજી અને અંતિમ T20I ડિસાઈડર મેચ હશે. 7 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આ મહામુકાબલો યોજાશે.
હાર્દિક પંડ્યા ટોસ જીત્યો
ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. મેચને લઈને સટ્ટાબજારમાં પણ દેખીતી રીતે ગરમી છે. કારણ કે આ શ્રેણીની નિર્ણાયક મેચ પણ છે.
#TeamIndia have won the toss and elect to bat first in the third and final T20I.
પૂણે ખાતેની બીજી T20Iમાં ભારત શ્રીલંકા સામે 16 રનથી હારી ગયું હતું. બે શ્રીલંકન બેટ્સમેનની અડધી સદીના જોરે પ્રથમ બેટિંગ કરતા લંકાએ 206 રન બનાવ્યા હતા. ચારિથ અસલંકા 37(19), કુસલ મેન્ડિસ, 52(31) અને કેપ્ટન દાસુન શનાકાએ 56(22) ભારતીય બોલર્સને ઠંડીની મોસમમાં ગરમીનો અહેસાસ કરાવ્યો હતો.
ખરાબ શરૂઆત અને પાવરપ્લેનો સરખો ઉપયોગ ન કરતા અંતિમ ઓવરમાં સૂર્યકુમાર અને અક્ષરની લડાયક બેટિંગને કારણે નિર્ધારિત 20 ઓવરમાં ભારતીય ટીમ માત્ર 190 રન જ બનાવી શકી. સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 51 રન બનાવ્યા હતા, જ્યારે અક્ષર પટેલે 20 બોલમાં અડધી સદી ફટકારીને 31 બોલમાં 65 રનની ઈનિંગ રમી આઉટ થયો હતો પરંતુ અંતે ભારત 16 રને હારતા સીરિઝ હાલમાં 1-1ની બરાબરી પર છે અને રાજકોટ નિર્ણાયક મેચ રમાશે.
IND vs SL 3rd T20: રાજકોટ પીચ રિપોર્ટ
SCA સ્ટેડિયમની પીચ બેટિંગ પીચ છે અને રનોનો ઢગલો થઈ શકે છે. ઈકોનોમીકલ બોલિંગ જ રનને કાબૂ કરશે. સમગ્ર દેશના ટોચના બેટિંગ સરફેસ તરીકે આ ગ્રાઉન્ડ વખાણાય છે. આ પીચ એકદમ સપાટ અને સીધી છે અને પેસર હોય કે સ્પિનરો કોઈના માટે સપોર્ટ નથી.
જોકે આ વેન્યુ પર ભૂતકાળમાં યુઝવેન્દ્ર ચહલને સફળતા મળી હતી અને તે આજે ફરી પોતાની લય આ મેચમાં પકડી શકે છે. જોકે આ સરફેસ પર સીમર માટે કોઈ ખાસ મદદની સંભાવના નથી પણ ભારતીય ટીમ શ્રીલંકાની બેટિંગને પરેશાન કરવાના પ્રયાસરૂપે વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન આપી શકે છે અને બેટિંગ ક્રમમાં વધારાનો બેટ્સમેન ઉમેરી શકે છે.