Home /News /crime /

IND vs SA: આવો છે Cape Townમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ, ન્યૂલેન્ડ્સમાં નથી મળી જીત

IND vs SA: આવો છે Cape Townમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ, ન્યૂલેન્ડ્સમાં નથી મળી જીત

IND vs SA 3rd Test Capetown : કેપટાઉનમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ, જાણો કેટલી જીત મળી કેટલી ટેસ્ટમાં મળી હાર

IND vs SA 3rd Test : જ્હોનિસબર્ગમાં (IND vs SA Second Test) હારનો સામનો કર્યા બાદ સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે અને હવે બધાની નજર કેપટાઉનના પ્રખ્યાત ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રહેશે. આ મેદાન પર ત્રીજી ટેસ્ટ 11 જાન્યુઆરીના રોજ રમવામાં આવશે.

વધુ જુઓ ...


    IND vs SA Third Test: સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા (Team India) જોહાનિસબર્ગમાં પણ સીરીઝ જીતશે. જોકે, સીરીઝમાં જબરદસ્ત વાપસી કરી રહેલી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમનું સાઉથ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સીરીઝ જીતવાનું (IND vs SA Test Series Score card) સપનું હજી પૂરું થવા દીધું નથી. પણ ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પાસે વધુ એક તક છે. જોહાનિસબર્ગમાં (IND vs SA Second Test) હારનો સામનો કર્યા બાદ સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે અને હવે બધાની નજર કેપટાઉનના પ્રખ્યાત ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રહેશે. આ મેદાન પર ત્રીજી ટેસ્ટ 11 જાન્યુઆરીના રોજ રમવામાં આવશે.

    ભારતીય ટીમ માટે કેવું છે કેપટાઉન?

    જોહાનિસબર્ગમાં ભારતીય ટીમની આ પ્રથમ હાર છે, ભારત તેની અગાઉ 5 ટેસ્ટમાં ક્યારેય હાર્યું નથી. ત્યારે કેપટાઉનમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર 1993 થી 2018 સુધી 29 વર્ષમાં એક પણ ટેસ્ટ જીતી શકી નથી.

    ભારતીય ટીમ આ મેદાન પર 5 ટેસ્ટ રમી હતી, જેમાંથી 3માં હારનો સામનો કર્યો અને 2 મેચ ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પરથી 2018માં રમાયેલી સીરીઝની શરૂઆત કરી હતી. તે ટેસ્ટમાં ભારતીય ટીમને 72 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

    આ પણ વાંચો : IND vs SA 3rd Test : વિરાટ કોહલીનું કેપટાઉન ટેસ્ટ રમવું નક્કી, આ ખેલાડીઓ માથે લટકતી તલવાર!

    ટીમ ઈન્ડિયા કેપટાઉનમાં



















    ભારત આ મેદાન પર રમેલી મેચની સંખ્યા05
    કેપટાઉનમાં ટેસ્ટ મેચમાં ભારતની  જીત00
    કેપટાઉમાં ભારતની ટેસ્ટમાં હાર03
    કેપટાઉનમાં ભારતની ટેસ્ટમાં  ડ્રો મેચની સંખ્યા02



    આ મેદાન પર દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ સરેરાશ છે

    આ મેદાન પર દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ સરેરાશ છે. દક્ષિણ આફ્રિકાએ અહીં 58 ટેસ્ટ રમી છે, જેમાંથી 26માં જીત અને 21માં હાર થઈ છે. આ મેદાનની વિશેષતા એ છે કે ડ્રોમાં રમાયેલી ટેસ્ટ મેચોની ટકાવારી ઘણી ઓછી છે. રમાયેલી 58 મેચોમાંથી માત્ર 11 મેચ ડ્રો રહી છે. આ સીરીઝનું પરિણામ પણ આ મેદાન પરથી જ આવશે. ટીમ ઈન્ડિયા બ્રિસ્બેન અને સેન્ચુરિયનમાં જીત મેળવી ચૂકી છે અને તેમનું કહેવું છે કે તેમને જૂના રેકોર્ડથી કોઈ ફરક નથી પડતો.

    આ પણ વાંચો :  આ છે વિશ્વના 10 ધનિક ક્રિકેટરો, સચિન યાદીમાં પણ ટોપ પર

    સુવર્ણ તક

    ભારતીય ટીમ આ દેશમાં પોતાની પ્રથમ જીતની શોધમાં છે. સાઉથ આફ્રિકા માત્ર એવી જગ્યા છે જ્યાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયાને એક પણ ટેસ્ટ સિરીઝમાં જીતી મળી શકી નથી. આ વખતે ભારતીય ટીમ પાસે કેપટાઉનમાં જીતવાની આ સુવર્ણ તક હશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cheteshwar pujara, IND Vs SA, વિરાટ કોહલી

    આગામી સમાચાર