Home /News /crime /દિલ્હી: 13 વર્ષનાં સગીરે 8 વર્ષનાં બાળકનું કર્યું અપહરણ, પછી જીવથી મારી નાંખ્યો, જાણો સંપૂર્ણ કિસ્સો
દિલ્હી: 13 વર્ષનાં સગીરે 8 વર્ષનાં બાળકનું કર્યું અપહરણ, પછી જીવથી મારી નાંખ્યો, જાણો સંપૂર્ણ કિસ્સો
દિલ્હીમાં 13 વર્ષનાં સગીરે કર્યું અપહરણ અને બાદમાં હત્યા
Revenge Story: દિલ્હીનાં રોહિણીમાં એક સામાન્ય ઝઘડા બાદ 13 વર્ષનાં બાળકે પહેલાં તો આઠ વર્ષનાં બાળકનું અપહરણ કરી લીધુ અને પછી તેને જીવથી મારી નાખ્યો, આ કિસ્સો સૌને વ્યથિત કરનારો છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં અપરાધની એવી ઘટના સામે આવી છે જે અંગે જાણીને સૌ કોઇ પરેશાન થઇ રહ્યું છે. દિલ્હીમાં 13 વર્ષનાં બાળકે 8 વર્ષનાં બાળકને કિડનેપ કરી મોતને ઘાટ ઉતારી દીધો. રોહિણી વિસ્તારમાં કોઇ વાત અંગે બંને વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો જે બાદ 13 વર્ષાં બાળકે પહેલાં તો આઠ વર્ષનાં બાળકનું અપહરણ કર્યું અને બાદમાં તેને મારીને મોતને ઘાટ ઉતારી દીધો. આ કિસ્સો સૌને વ્યથિત કરી રહ્યો છે. આખરે આટલી નાની ઉંમરમાં તેણે આટલું મોટું કાવતરું કેવી રીતે ઘડી કાઢ્યું. તેનાં મનમાં આવો વિચાર જ કેવી રીતે આવ્યો.
આ કિસ્સાની જાણકારી અનુસાર, થોડા દિવસ પહેલાં મૃતકનાં બાળકનાં માતા પિતાએ પોલીસ સ્ટેસનમાં તેનાં ગૂમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. રિપોર્ટ અનુસાર, બાળક શનિવારે બપોરથી જ ગૂમ છે. આખરે તેને પાડોસમાં રહેતાં 13 વર્ષિય મિત્ર સાથે રમતાં જોયો હતો. NDTVની ખબર અનુસાર, પોલીસે આ મામલે જ્યારે 13 વર્ષનાં નાબાલિકની પૂછપરછ કરી તો તે થોડો ડરી ગયો હતો. જ્યારે તેની કડકાઇથી પૂછપરછ કરવામાં આવી તો તેણે બધા જ રહસ્યો ખોલી નાંખ્યા હતાં.
રોહિણીનાં ડેપ્યુટી કમીશનર પ્રણવ તયાલ અનુસાર, નાબાલિક આરોપીએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં તેનો આઠ વર્ષનાં બાળક સાથે ઝઘડો થયો હતો જે બાદથી તે તેની સાથે બદલો લેવા માંગતો હતો. તેથી મે પહેલાં તે બાળકને કિડનેપ કર્યો અને તેને સોહતી ગામનાં જંગલ વિસ્તારમાં લઇ ગયો હતો. પોલીસ અનુસાર નાાલિગે જૂના ઝઘડાની અદાવતમાં તેને મારવાનું શરૂ કર્યું. પણ તેને ઇજા વધુ થવાને કારણે બાળકનું મોત થઇ ગયુ હતું.
પોલીસની માનીયે તો, નાબાલિક પર મર્ડરનો કેસ લગાવવામાં આવ્યો છે આને તેને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે. જાણકારી અનુસાર, મૃતક અને તેની માની સાથે નાબાલિકનો ઝઘડો થયો હતો. માએ થોડા રૂપિયા ગૂમ થઇ ગયા હતાં. અને તેને આરોપ નાબાલિગ પર લગાવ્યો હતો .જે બાદથી નાબાલિગ તેની સાથે બદલો લેવાનું મન બનાવી લીધું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર