પછાત જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પિતાએ 20 વર્ષની દીકરીને પતાવી દીધી

"વૈષ્ણવીના પિતાને એવી આશંકી હતી કે તેણી તેના ક્લાસમેટ સાથે ભાગી જવાની છે. આ જ કારણે તેણે તેની હત્યા કરી નાખી હતી."

News18 Gujarati
Updated: February 5, 2019, 9:54 AM IST
પછાત જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પિતાએ 20 વર્ષની દીકરીને પતાવી દીધી
વૈષ્ણવી (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: February 5, 2019, 9:54 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : કોલેજમાં સાથે અભ્યાસ કરતા એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાને કારણે આંધ્ર પ્રદેશમાં એક પિતાએ તેની 20 વર્ષની દીકરીની હત્યા કરી નાખી છે. 20 વર્ષીય વૈષ્ણવીનો મૃતદેહ સોમવારે સવારે તેના ઘરેથી મળી આવ્યો હતો. આ ગુના બદલ પોલીસે યુવતીના પિતા વેન્કા રેડ્ડીની અટકાયત કરી છે.

મળતી માહિતી પ્રમાણે વેન્કા રેડી અને વૈષ્ણવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડા પાછળનું કારણ વૈષ્ણવીનો પ્રેમસંબંધ હતો. જે બાદમાં વેન્કાએ તેની દીકરીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

સિનિયર પોલીસ અધિકારી શ્રીનિવાસ રાવે એનડીટીવી સાથે વાતચીત કરતા કહ્યુ કે, "વૈષ્ણવીના પિતાને એવી આશંકી હતી કે તેણી તેના ક્લાસમેટ સાથે ભાગી જવાની છે. આ જ કારણે તેણે તેની હત્યા કરી નાખી હતી. અમે શંકાસ્પદ હત્યાનો કેસ નોંધ્યો છે. ફોરેન્સિક પુરાવા મળ્યાં બાદ આ કેસ હત્યાના કેસમાં બદલાઈ જશે."

આ પણ વાંચો : 'અમને જીવવાં કરતાં મરવું સારું લાગે છે,' ચાર બહેનપણીની સુસાઇડ નોટ

મળતી માહિતી પ્રમાણે વૈષ્ણવીને જે યુવક સાથે પ્રેમસંબંધ હતો તે નીચી જ્ઞાતિનો છે. રિપોર્ટ્સ પ્રમાણે વૈષ્ણવીના પિતા આ વાતને લઈને ગુસ્સે હતા, તેમજ વૈષ્ણવીને આ યુવકને ન મળવાનું જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે વૈષ્ણવીએ યુવક સાથે લગ્ન કર્યા ન હતા કે તેની સાથે ભાગી પણ ન હતી. બંનેના પ્રેમસંબંધનો તેના પિતા વિરોધ કરી રહ્યા હતા.
First published: February 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...