યુવકે મિત્રની પત્ની સાથે લગ્ન કરવા માટે મિત્રની હત્યા કરી નાખી

News18 Gujarati
Updated: June 26, 2019, 11:10 AM IST
યુવકે મિત્રની પત્ની સાથે લગ્ન કરવા માટે મિત્રની હત્યા કરી નાખી
પ્રતિકાત્મક તસવીર

દિલ્હીનો બનાવ : મિત્રની પત્ની પણ યુવકને પસંદ કરતી હતી પરંતુ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર ન હતી.

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી પોલીસે હત્યાના કેસમાં એક યુવકની ધરપકડ કરી છે. યુવક પર આરોપ છે કે તેણે તેના મિત્રની પત્ની સાથે લગ્ન કરવા માટે તેની હત્યા કરી નાખી હતી. યુવક મિત્રની પત્ની સાથે લગ્ન કરવા માટે એટલો ઉતાવળીયો બન્યો હતો કે તેણે તેના મિત્રના માથામાં ઇંટ ફટકારી દીધી હતી. ઇંટના પ્રહાર બાદ બેભાન થયેલા મિત્રને તેણે રેલવે ટ્રેક પર છોડી દીધો હતો.

પોલીસના કહેવા પ્રમાણે ગુલકેશ નામના યુવકે 24-25ની રાત્રે તેના મિત્ર દલબીરને ઝખીરા નજીક રેલવે ટ્રેક પર મળવા માટે બોલાવ્યો હતો. રેલવે ટ્રેક નજીક ગુલકેશે દલબીરના માથામાં ઇંટ ફટકારી દીધી હતી. ઇંટના પ્રહાર બાદ દલબીર બેભાન થઈને ઢળી પડ્યો હતો. બાદમાં ગુલકેશે દલબીરને રેલવે ટ્રેક પર ફેંકી દીધો હતો જેનાથી તે ટ્રેન નીચે કપાઈ જાય.

ગુનો આચર્યા બાદ ગુલકેશે પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે પ્રેમ નગર ફાટક, રમા રોડ ખાતે તેના એક પરિચિતનો મૃતદેહ રેલવે ટ્રેક પર પડ્યો છે. પોલીસે આ મામલે ગુલકેશની પૂછપરછ કરી ત્યારે તેણે પોલીસને ગરમાર્ગે દોરી હતી.

પોલીસના કહેવા પ્રમાણે, "તપાસ દરમિયાન ગુલકેશના મોબાઇલ ફોનનું લોકેશન અને તેના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ગુલકેશ ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે દલબીરની પત્ની સાથે તેના અનૈતિક સંબંધો છે. તે દલબીરની પત્ની સાથે લગ્ન કરવા માંગતો હતો. દલબીરની પત્ની પણ તેને પસંદ કરતી હતી પરંતુ લગ્ન કરવા માટે તૈયાર ન હતી. આથી મૃતકની પત્ની સાથે લગ્ન કરવા માટે ગુલકેશે મિત્રનો કાંટો કાઢી નાખવાનું કાવતરું રચ્યું હતું." આ કેસમાં પોલીસ દલબીરની પત્નીનો કોઈ હાથ છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: June 26, 2019, 11:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading