જો જો તમે ન છેતરાતા! મોદી સરકારની યોજનાના નામે ચાલી રહી છે છેતરપિંડી

News18 Gujarati
Updated: June 3, 2019, 8:14 AM IST
જો જો તમે ન છેતરાતા! મોદી સરકારની યોજનાના નામે ચાલી રહી છે છેતરપિંડી
પ્રતિકાત્મક તસવીર

મેક ઇન ઇન્ડિયાના નામે બે કરોડ યુવાઓને ફ્રી લેપટોપ દેવાની ઓફર આપવામાં આવી રહી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાને નામે છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર વડાપ્રધાન (પ્રધાનમંત્રી) ફ્રી સોલર પેનલ યોજનાના નામે લોકો પાસેથી અરજી મંગવવામાં આવી રહી છે. જ્યારે મેક ઇન ઇન્ડિયાના નામે બે કરોડ યુવાઓને ફ્રી લેપટોપ દેવાની ઓફર આપવામાં આવી રહી છે. આ બોગસ યોજનાઓમાં આવેદન માટે વેબસાઇટની લિંક પણ મોકલવામાં આવી રહી છે. લોકો સમજ્યા અને વિચાર્યા વગર મફતમાં લાભ મેળવવા માટે પોતાની ખાનગી વિગતો આપી રહ્યા છે અને પાછળથી નુકસાન ઉઠાવવાનો વારો આવે છે.

પ્રથમ વાયરસ મેસેજ

સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી ફ્રી સોલર યોજનાના નામે મફતમાં પોતાના ઘર કે ગામમાં કોઈ પણ પ્રકારના ચાર્જ વગર ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. અરજી કરવાની અંતિમ તારીખ 5મી જૂન, 2019 છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, "જલદી કરો, આ મેસેજ તમારા બધા મિત્રોને મોકલો જેનાથી યોજનાનો લાભ તમામ લોકોને મળી શકે. આ વાયરલ મેસેજની લિંક http://solor-pannel.freeregistration-now.in આપવામાં આવી છે. આ લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરવાની અપલી કરવામાં આવે છે."

બીજો વાયરલ મેસેજ

બીજો વાયરલ મેસેજ નરેન્દ્ર મોદીના બીજી વખત વડાપ્રધાન બનવાની ખુશીમાં મેક ઈન ઇન્ડિયા અંતર્ગત બે કરોડ યુવાઓને મફતમાં લેપટોપ આપવાની જાહેરાતનો છે. "અત્યાર સુધી 30 લાખ યુવાનો સફળતાપૂર્વક અરજી કરી ચુક્યા છે. હવે તમારો વારો છે, અંતિમ તારીખ પહેલા અરજી કરો." આ મેસેજમાં જુદી જુદી લિંક modi-laptop.wishguruji.com, www.yogiyojana.in › pradhan mantri yojana અને modi-laptop.sarkaari-yojana.in આપવામાં આવી છે. આ લિંકના માધ્યમથી રજીસ્ટ્રેશન કરવાની અપીલ કરવામાં આવી છે.

Rakesh Jangid
આરોપી
આરોપીની ધરપકડ

આ મામલે આઈટી એક્ટ અંતર્ગત એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તપાસ દરમિયાન વેબસાઈટ બનાવનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે. આનું કેન્દ્ર રાજસ્થાનનું નૌગાર જિલ્લાનું પુંડલોટ છે. પોલીસે બોગસ વેબસાઇટ બનાવનાર રાકેશ જાંગિડની ધરપકડ કરી છે. આરોપીએ 2019 આઈઆઈટી કાનપુરથી પોસ્ટ-ગ્રુજ્યુએશન કર્યું છે. રાકેશ પોતાના પિતરાઇ ભાઈની સાથે મળીને આવી છેતરપિંડી આચરી રહ્યો હતો. આરોપીઓના ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે બે દિવસમાં જ આશરે 15 લાખ જેટલા લોકોએ રાકેશને પોતાની વિગતો આપી હતી. આરોપીએ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સના માધ્યમથી પોતાની બોગસ લિંકનુ પ્રમોશન કરતા હતા. આ લિંકને વોટ્સએપના માધ્યમથી વાયરલ કરવામાં આવતી હતી.
First published: June 3, 2019
વધુ વાંચો
अगली ख़बर