પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકી જ્યારે રાત્રે ઊંઘી શકતી ન હતી ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બાદમાં બાળકીના કપડાં પર લોહીના નિશાન જોવા મળ્યાં હતાં.
હૈદરાબાદ : હૈદરાબાદના પોશ વિસ્તારમાં આવેલી એક પ્રિ-સ્કૂલમાં ત્રણ વર્ષની બાળકી સાથે હેવાનિયતનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલમાં હેલ્પર તરીકે નોકરીએ રાખવામાં આવેલા બે કર્મીઓએ બાળકી સાથે હેવાનિયત ભર્યું કૃત્ય કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હેલ્પરોએ બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં લાકડી અને પથ્થર નાખ્યાં હતાં. ત્રણ વર્ષની બાળકી સાથે બનેલા આ હેવાનિયભર્યા બનાવે સાત વર્ષ પહેલા દેશની રાજધાની નવી દિલ્હીમાં 23 વર્ષની મેડિકલ સ્ટુડન્ટ સાથે બનેલી ઘટનાની યાદ અપાવી દીધી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકી જ્યારે રાત્રે ઊંઘી શકતી ન હતી ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બાદમાં બાળકીના કપડાં પર લોહીના નિશાન જોવા મળ્યાં હતાં. બાળકીને પહેલા એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જે બાદમાં તેણીને એક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે જરૂરી સારવાર બાદ બાળકીને રજા આપી દેવામાં આવી છે.
સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી વેંકટેશ્વર રાવે જણાવ્યું કે, "એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાળકીની દેખરેખ માટે રોકવામાં આવેલા હેલ્પરોએ તેણીના પ્રાઇવેટ પાર્ટમાં પથ્થર નાખી દીધો હતો. બાળકીને મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવી છે."
પીડિત બાળકીના માતાપિતા મધાપુર ખાતે સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. પોલીસે આ મામલે હેલ્પરોની ઓળખ કરી લીધી છે, પરંતુ બંને ફરાર હોવાથી તેમની ધરપકડ થઈ શકી નથી. આ મામલે પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સિસ) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ સામાજિક કાર્યકરોએ બાળકીને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહેલી સ્કૂલને બંધ કરી દેવાની માંગણી કરી છે. નોંધનીય છે કે તેલંગાણામાં તાજેતરમાં આવા કેસમાં ખૂબ વધારો થયો છે. હૈદરાબાદમાં માર્ચ મહિનામાં આવા 30 કેસ નોંધાયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર