હૈદરાબાદમાં જાહેરમાં યુવકની ગળું કાપીને હત્યા, કોઈ માયનો લાલ મદદે ન આવ્યો!

News18 Gujarati
Updated: November 29, 2018, 8:15 AM IST
હૈદરાબાદમાં જાહેરમાં યુવકની ગળું કાપીને હત્યા, કોઈ માયનો લાલ મદદે ન આવ્યો!
હત્યારો

અબ્દુલ જ્યારે શકીરનું ગળું કાપી રહ્યો હતો ત્યારે અહીં અનેક પોતાના મોબાઇલમાં આ દ્રશ્યને શૂટ કરી રહ્યા હતા.

  • Share this:
હૈદરાબાદઃ બુધવારે સાંજે શહેરમાં હત્યાનો એક સનસની બનાવ સામે આવ્યો હતો. અહીં જાહેરમાં જ એક વ્યક્તિએ ઓટો રિક્ષા ડ્રાઇવરની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ સમયે હજારો લોકો સ્થળ પર હાજર હતા. એટલું જ નહીં એક પોલીસ કર્મી પણ આ ઘટનાને નજરે જોતો રહ્યો હતો. આ બનાવ જૂના હૈદરાબાદના નયાપુલ વિસ્તારમાં બન્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે 29 વર્ષીય અબ્દુલ ખાજાએ રિક્ષા ડ્રાઇવર શકીર કુરેશીની હત્યા કરી નાખી હતી. અબ્દુલે એક છરી વડે શકીરનું ગળું કાપી નાખ્યું હતું, એટલું જ નહીં ઝનૂની બની ગયેલા અબ્દુલે શકીરના ગળા પર અનેક વખત છરીથી પ્રહારો પણ કર્યા હતા. આ બનાવ બન્યાની મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો.

લોકો વીડિયો ઉતારતા રહ્યાં

અબ્દુલ જ્યારે શકીરનું ગળું કાપી રહ્યો હતો ત્યારે અહીં અનેક પોતાના મોબાઇલમાં આ દ્રશ્યને શૂટ કરી રહ્યા હતા, પરંતુ કોઈએ પણ અબ્દુલને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. અબ્દુલે શકીરને જમીન પર પછાડી દઈને જોરથી પકડી રાખ્યો તહો અને બાદમાં તેનું ગળું કાપી નાખ્યું હતું.

આ પણ વાંચોઃ લો બોલો! સુરતમાં માથામાં ઓછા વાળ હોવાથી યુવકે ફાંસો ખાઇ કરી આત્મહત્યા

આ સમયે એક ટ્રાફિક પોલીસે અબ્દુલની પીઠ પર પ્રહાર કરીને તેને આવું કૃત્ય કરતા રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ અંગે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર જ કોઈની હત્યા થઈ રહી છે ત્યારે વાહનોની અવર-જવર ચાલુ છે પરંતુ હત્યારાને રોકવાની હિંમત કોઈ માયના લાલે કરી ન હતી. શકીરની હત્યા કર્યા બાદ અબ્દુલે છરી વડે તેના ગળા પર અનેક પ્રહારો પણ કર્યા હતા. બાદમાં તે છરી લઈને ઉભો થયો હતો અને હાજર લોકોને બૂમો પાડીને કહ્યું હતું કે શકીરે તેને છરીથી હત્યા કરી નાખવાની ધમકી આપી હતી અને ગાળો ભાંડી હતી.આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર બી. આનંદે જણાવ્યુ હતુ કે, અબ્દુલ દારૂના નશામાં હતો, તેમજ ભૂતકાળમાં બનેલા કોઈ બનાવને પગલે તેણે બદલો લેવાના ઈરાદા સાથે આ હત્યા કરી હતી.

આ પણ વાંચોઃ 'માથું ધડથી કાપી નદીમાં દાટી દીધું,' છોટાઉદેપુરમાં 'ડાકણ'ની શંકાએ મહિલાની હત્યા
First published: November 29, 2018
વધુ વાંચો
अगली ख़बर