યુવકે બે બહેનો સાથે મૈત્રી કરી હત્યા કરી નાખી, જ્વેલરી-રોકડ લૂંટી લીધી
યુવકે બે બહેનો સાથે મૈત્રી કરી હત્યા કરી નાખી, જ્વેલરી-રોકડ લૂંટી લીધી
પ્રતિકાત્મક તસવીર
હત્યા પહેલા ગીરીએ બંને બહેનો સાથે મિત્રતા કેળવી હતી. બંને બહેનો ઘરકામ કરતી હતી. ગીરીએ બંનેને વિશ્વાસમાં લીધી હતી તેમજ પોતે પાદરી હોવાનું જણાવ્યું હતું.
હૈદરાબાદ : મંગળવારે પોલીસે મુસી નદીના કિનારેથી બે મહિલાની હત્યા કરાયેલી લાશ મળવાના કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. મૃતક બંને બહેનો હતી. આ મામલે પોલીસ 34 વર્ષના એક યુવકની ધરપકડ કરી લીધી છે. પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવકે મહિલાઓએ પહેરેલા ધરેણાની લૂંટ ચલાવવા માટે બંનેની હત્યા કરી નાખી હતી.
21મી જાન્યુઆરીની રાત્રે ગીરી નામના એક સ્વિપરે બે મહિલા, ઉં.વ. 45 અને ઉં.વ. 50ની હત્યા કરી નાખી હતી. યુવકે પથ્થર વડે બંનેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તેના ઘરેણા અને મોબાઇલ ફોન લૂંટીને ફરાર થઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે ગીરીએ હત્યા બાદ બંનેના મૃતદેહને સાડી વડે બાંધી દીધા હતા અને તેને નદી કિનારે છોડી દીધા હતા.
ગીરીને તાડી પીવાની લત હતા. હત્યા પહેલા ગીરીએ બંને બહેનો સાથે મિત્રતા કેળવી હતી. બંને બહેનો ઘરકામ કરતી હતી. ગીરીએ બંનેને વિશ્વાસમાં લીધી હતી તેમજ પોતે પાદરી હોવાનું જણાવ્યું હતું. ગીરીએ એવો દાવો કર્યો હતો કે તેની પાસે કોઈ છૂપી શક્તિ છે.
ગીરીની વાત પર વિશ્વાસ મૂકીને બંને મહિલાઓએ અદ્રશ્ય શક્તિ શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગીરીએ આ માટે ખાસ પૂજા કરવાની વાત કરી હતી. જે બાદમાં ત્રણેય લોકોએ તાડી પીધી હતી.
ત્રણેય જ્યારે તાડી પી રહ્યા હતા ત્યારે ગીરીની નજર મહિલાઓએ પહેરેલી ઘરેણા પર પડી હતી. બાદમાં ગીરીએ બંને મહિલાઓને અદ્રશ્ય શક્તિ મેળવવાની વિધિ જાણવા માટે તેની સાથે એકાંત હોય તેવી જગ્યાએ આવવાનું કહ્યું હતું. નદી કિનારે પહોંચ્યા પહેલા ગીરીએ બંને મહિલાઓના ચહેરા પર હળદળ લગાવી હતી.