Home /News /crime /Crime: પંજાબી બોલવા પર પત્નીને મારતો હતો માર, પેટ્રોલ છાંટી કરી જાનથી મારી નાંખવાની કોશિશ
Crime: પંજાબી બોલવા પર પત્નીને મારતો હતો માર, પેટ્રોલ છાંટી કરી જાનથી મારી નાંખવાની કોશિશ
પરિણીતાની તસવીર
Haryana Crime News: સાસરિયાઓએ યુવતીને પેટ્રોલ (Petrol) છાંટી સળગાવીને મારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે સંપૂર્ણ રીતે દાઝી ગઈ હતી અને 3 મહિનાથી વધુ સમયથી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.
હરિયાણા (Haryana)ની રાજધાની ચંદીગઢ (Chandigarh)માં એક યુવતી અને તેના પરિવારે સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓએ યુવતીને પેટ્રોલ (Petrol) છાંટી સળગાવીને મારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે સંપૂર્ણ રીતે દાઝી ગઈ હતી અને 3 મહિનાથી વધુ સમયથી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. આ પછી પીડિત સુજાતા જે હવે સ્વસ્થ થઈ રહી છે, તેણે ન્યૂઝ18 (News18) સાથે તેની દર્દનાક વાર્તા શેર કરી છે.
સુજાતા અને તેના પરિવારજનોએ જણાવ્યું કે, 8 જાન્યુઆરી, 2022એ લાલરુમાં મર્ચન્ટ નેવીમાં ચીફ એન્જિનિયરના રેન્ક પર ફરજ બજાવતા સુજાતાના પતિ અને તેના સાસરિયાઓએ સુજાતાને સળગાવીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે લગભગ ત્રણથી ચાર મહિના વેન્ટિલેટર પર રહ્યા પછી સુજાતા સ્વસ્થ થઈ ગઈ છે અને હવે ન્યાયની માંગણી કરી રહી છે.
ઘરમાં પંજાબી બોલવા પર કરતા હતા મારપીટ અને ઝગડો આશ્ચર્યની વાત એ છે કે પોલીસે કેસ તો નોંધ્યો છે, પરંતુ હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી કે આરોપીઓ વિરુધ્ધ કોઈ એક્શન લેવામાં નથી લેવાઈ. સુજાતાએ જણાવ્યું કે તેના લગ્ન 2011માં થયા હતા અને હાલ તે ગર્ભવતી છે અને તેના પેટમાં 2 બાળકો છે. આ પહેલા તેને 6 વર્ષનો એક પુત્ર પણ છે.
શરૂઆતથી જ તેના સાસરિયાઓનું વર્તન તેની સાતે ખૂબ જ ખરાબ હતું, મને અલગથી ક્યાંય લેઈ જવામાં આવતી નહોતી. જો હું ભૂલથી પંજાબીમાં વાત કરી લેતી તો એ જ દિવસે ઝગડો અને મારપીટ શરૂ થઈ જતી. સાસરીયાઓ કહેતા કે તું પંજાબીમાં વાત ન કર. કારણ કે સાસરિયાઓ ગુપ્તા પરિવારના છે, તેઓએ કહ્યું કે આ ઘરમાં પંજાબી બોલવા દેવામાં આવશે નહીં.
પતિનો કોઈ અન્ય યુવતી સાથે હતો અફેર પીડિતા સુજાતાએ જણાવ્યું કે તેનો પતિ જે મર્ચન્ટ નેવીમાં ફરજ બજાવે છે, તે તેને નાની-નાની વાત પર માર મારતો હતો, તેને બહાર અન્ય એક યુવતી સાથે અફેર હતું. જેમનું નામ પણ મેં એફઆઈઆરમાં આપ્યું છે. પીડિતાના ભાઈ જે સોફ્ટવેર એન્જિનિયર છે, તેણે જણાવ્યું કે જાન્યુઆરીથી હવે મે શરૂ થઈ ચૂક્યો છે. દરરોજ તેઓ પોલીસના ચક્કર લગાવે છે, પરંતુ આજદિન સુધી પોલીસે આ મામલે કોઈની ધરપકડ કરી નથી.
જ્યારે ન્યૂઝ18 એ પંજાબ રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ સાથે ફોન પર વાત કરી, ત્યારે મનીષા ગુલાટીએ કહ્યું કે તેણે આ સંબંધમાં એસએસપી પાસેથી તમામ રિપોર્ટ્સ માંગ્યા છે અને ન્યૂઝ 18 દ્વારા પીડિતાને ખાતરી આપવામાં આવી છે કે તેમને વહેલી તકે ન્યાય પવામાં આવશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર