Home /News /crime /

'હું એને ભુલી નથી શક્તો', પત્નીના મોત બાદ પતિએ સ્મશાનમાં જ કરી આત્મહત્યા, બે માસ પહેલા થયા હતા લગ્ન

'હું એને ભુલી નથી શક્તો', પત્નીના મોત બાદ પતિએ સ્મશાનમાં જ કરી આત્મહત્યા, બે માસ પહેલા થયા હતા લગ્ન

પતિ પત્નીની ફાઈલ તસવીર

chhattisgarh husband wife love story: 17 દિવસ પહેલા ટાઈલ્સ ઉપર લપસતાં પત્ની હેમતલતા મોતને ભેટી હતી. 2 મહિના પહેલા લગ્નના તાંતણે બંધાયેલા બંને પતિ-પત્ની એક-બીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. પત્નીના મોત બાદ આરક્ષક મનીષ ગમગીન રહેતો હતો.

વધુ જુઓ ...
  બાલોદઃ પતિ પત્ની વચ્ચેના અતૂટ પ્રેમની કહાની છત્તીસગઢના (Chhattisgarh news) બાલોદમાં સામે આવી છે. પતિ પત્ની વચ્ચેને પ્રેમ કેવો (husband-wife love story) હોય એ આ કિસ્સા ઉપરથી જાણી શકાય છે. અહીં પત્નીના મોતાના આઘાતમાં પતિએ પણ રડી રડીને આત્મહત્યા કરી (husband suicied afther wife death) લીધી હતી. જોકે નવાઈની વાત એ છે કે જે જગ્યાએ પત્નીના અંતિમ સંસ્કાર (wife funeral place) કરવામાં આવ્યા હતા. એજ જગ્યાએ પતિએ ઝાડ સાથે ફાંસો ખાઈના આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ કર્મી પતિની આત્મહત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

  આ હૃદયદ્વાવક ઘટના અંગે વાત કરીએ તો બાલોદ પોલીસના ટોકાપાર નિવાસી મનીષ નેતામે ફાંસી લગાવેલી લટકતી લાશની સૂચના મળી હતી. જે બોરઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. બે મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા.

  17 દિવસ પહેલા ટાઈલ્સ ઉપર લપસતાં પત્ની હેમતલતા મોતને ભેટી હતી. 2 મહિના પહેલા લગ્નના તાંતણે બંધાયેલા બંને પતિ-પત્ની એક-બીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. પત્નીના મોત બાદ આરક્ષક મનીષ ગમગીન રહેતો હતો.

  ગ્રામીણોની માનીએ તો પત્નીના અસમય મૃત્યુથી આઘાતમાં આવેલા આરક્ષક પતિ દરરોજ અંતિમ સંસ્કાર સ્થલ ઉપર જઈને પોતાની પત્નીને યાદ કરીને રડતો હતો. દરરોજની જેમ બુધવારે પણ મનીષ અંતિમ સંસ્કાર સ્થળ ઉપર પહોંચ્યો હતો અને રડવા લાગ્યો હતો. થોડા જ સમયમાં બાવળના ઝાડ સાથે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

  આત્મહત્યા પહેલા વોટ્સએપ ઉપર સુસાઈડ નોટ પોતાના ભાઈને મોકલી હતી. આત્મહત્યાની ખબર મળતાં જ હડકંપ મચી ગયો હતો. સુસાઈડ નોટમાં આરક્ષક મનીષ નેતામે લખ્યું હતું કે માત્ર બે મહિના થયા છે અમારા લગ્નને. હું લતાને ભૂલાવી શક્તો નથી. આટલી મહેનતથી ઘરના લોકો સાથે મળીને નવું ઘર બનાવ્યું હતું.

  વહેલીતકે લગ્ન પણ કર્યા હતા. પરંતુ ખબર નહીં ભગવાનને શું મંજૂર થયું હતું. હવે આ ઘરમાં બિલ્કુલ પણ મન લાગતું નથી. મનીષે વધુમાં લખ્યું હતું કે છોટુ, પપ્પા અને દીદી લોકોને મને માફ કરવાનું કહી દેજો. જેણે પોતાની પ્યારી લતાની જવાબદારી મને આપી હતી. જે હું નિભાવી ન શક્યો. આ ફોન લતાએ મને ગિફ્ટ આપ્યો હતો.

  આ પણ વાંચોઃ-Ahmedabad: સુંદર છોકરીઓ સાથે 'મજા' કરવા સાથે રૂપિયા કમાવવાની લાલચ લાખોમાં પડી, બંટી-બબલીએ પડાવ્યા રૂપિયા

  આ પણ વાંચોઃ-સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

  મારી ઈચ્છા છે કે આ ફોન છોટું ચવાલે. મને ખબર છે કે એ ના પાડશે. તેને કહેજો કે મારી વાત જરૂર માને. મનીષ નેતાએ પત્નીના અંતિમ સંસ્કાર કરવામાં આવે એ જ જગ્યાએ મનીષે આત્મહત્યા કરી લીધી હતી. 17 દિવસ પહેલા તેની પત્ની પંચતત્વમાં વીલિન થઈ હતી. આખા ગામે મનીષને ભીની આંખે વિદાય આપી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Chhattisgarh, Commit suicide, Love story

  આગામી સમાચાર