પ્રેમ સંબંધની આશંકાએ પત્નીની હત્યા કરીને પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન

News18 Gujarati
Updated: October 13, 2019, 10:56 PM IST
પ્રેમ સંબંધની આશંકાએ પત્નીની હત્યા કરીને પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન
પ્રતિકાત્મક તસવીર

રાજસ્થાનના રતલામમાં એક યુવકે પોતાની પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધની આશંકાએ અડધી રાત્રે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ રાજસ્થાનના (Rajasthan)રતલામમાં (Ratalam)એક યુવકે પોતાની પત્નીને (wife) અન્ય યુવક સાથે પ્રેમ સંબંધની (Love affair)આશંકાએ અડધી રાત્રે પત્નીનું ગળું દબાવીને હત્યા (killed)કરી દીધી હતી. હત્યા કર્યા પછી આરોપી પતિ પોલીસ સ્ટેશન (police station)પહોંચ્યો હતો. અને પોતાને પોલીસના હવાલે કર્યો હતો. ઘટનાની જાણ થતાં રાજસ્થાનના પ્રતાપગઢમાં પિયરપક્ષના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ પછી પોલીસે લાશને પિયરપક્ષને સોંપ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે 35 વર્ષીય આરોપી પતિ અનીસ મોહમ્મદ શરીફ કુરૈશી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના તામેસરા ગામમાં રહેવાસી રહેતો હતો. તે પોતાની પત્ની નાજનીમ સાથે રતલામ આવીને રહેવા લાગ્યોહતો. તે લોડિંગ વાહન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેમની પત્ની નાજનીન પિતા ઇકબાલ હુસૈન મૂળ રૂપથી રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી છે. બંનેના લગ્ન આશરે 15 વર્ષ પહેલા થયા હતા.

આ પણ વાંચોઃ-IAS પરીક્ષામાં નિષ્ફળ જતા યુવક છાપવા લાગ્યો નકલી નોટો, આવી રીતે થયો ખુલાસો

છેલ્લા કેટલાક વર્ષોથી પતિ-પત્નીમાં કોઇના કોઇ વાતને લઇને વિવાદ થતો રહેતો હતો. પતિ પત્ની સાથે મારપીટ પણ કરતો હતો. આ પહેલા પતિએ પણ મારામારીની ફરિયાદ પણ કરી હતી. શનિવાર-રવિવારની મોડી રાત્રે આશરે દોઢ વાગ્યે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપી પતિ અનીસે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધીને ધપકડ કરી હતી.

આ પણ વાંચોઃ-પત્રકારે RTIમાં પૂછ્યો એક સવાલ, સામે મળ્યા 360 જવાબ

પોલીસના જણાવ્યા પ્રમાણે દંપતીને બે પુત્ર અને એક પુત્રી છે. એક વર્ષ પહેલા પતિ અનીસ અને પત્ની તેમજ બાળકો સાથે હાટ રોડ ઉપર સલીમ નામના વ્યક્તિના મકાનમાં ભાડે રહેતા હતા.આ પણ વાંચોઃ-હવે કરોડો વેપારીઓ માટે સરળ થઇ જશે GST રિટર્ન ફાઇલ કરવું

ત્યારબાદ તેઓ મકાન ખાલી કરીને ચાર ચોક્કાએ રહેવા ગયા હતા. એક વર્ષ પહેલા અનીસે પત્નીના માતા-પિતાને ફોન ઉપર જાણકારી આપી હતી કે તેની પત્ની અને સલીમ વચ્ચે પ્રેમ સંબંધ છે. ત્યારબાદ બંનને બોલાવીને સમજાવ્યા હતા.
First published: October 13, 2019, 10:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading