અન્ય સ્ત્રીના પ્રેમમાં પાગલ હતો પતિ, પત્નીએ વિરોધ કર્યો તો મળી આવી સજા

News18 Gujarati
Updated: October 20, 2019, 12:02 AM IST
અન્ય સ્ત્રીના પ્રેમમાં પાગલ હતો પતિ, પત્નીએ વિરોધ કર્યો તો મળી આવી સજા
પ્રતિકાત્મક તસવીર

લગ્ન બાદ પણ પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ ચાલુ રહેતા પત્નીએ તેનો સતત વિરોધ કરતી રહેતી હતી

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અન્ય મહિલા સાથે આડા સંબંધ (Love affair)ધરાવતા પતિનો (husband)વિરોધ કરતા પતિએ (wife)પત્નીને ઝેર આપીની હત્યા (murder)કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પત્નીની હત્યા કરીને આરોપી ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આ ઘટનાની ગુરુદાસપુરના દીનાનગર પોલીસ સ્ટેશનમાં (police station)મૃત મહિલાના માતાએ પતિ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. જે સંદર્ભે પોલીસ કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે શમશેરપુરમાં રહેતા ખજાન મસીહની પત્ની સત્યા દેવીએ જણાવ્યું હતું કે, પોતાની 35 વર્ષીય પુત્રી અમનદીપની 17 વર્ષ પહેલા ગાડિયાના રહેવાશી જમાલ મસીહના પુત્ર જૂનસ મસીહ ઉર્ફે મખ્ખન મસીહ સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી એક પુત્રી અને બે પુત્રનો જન્મ થયો હતો.

આ પણ વાંચોઃ-શાહરુખ અને આમિરે લીધી PM સાથે સેલ્ફી, જાણો બીજા કયા કલાકારો મળ્યા મોદીને

લગ્ન પહેલાથી જૂનસની કોઇ અન્ય મહિલા સાથે આડા સંબંધ હતા. જેની જાણકારી અમનદીપને ઘણા સમય પછી કરી હતી. ત્યારબાદ અમનદીપ જૂનસને અનેક વખત રોકતી રહી હતી. આ વાતને લઇને બંને વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. જૂનસની અમદીપ સાથે મારા મારી પણ કરતો હતો. ત્યારબાદ તેની પુત્રી ખુબ જ પરેશાન રહેતી હતી.

આ પણ વાંચોઃ-કરવાચોથ ઉપર પતીએ પત્નીની ડિમાન્ડ પુરી ન કરી, પત્નીએ દોડાવી દોડાવીને માર્યો

આ અગે અમનદીપે પોતાની માતાને પણ જાણ કરી હતી. ત્યારબાદ અનેક વખત જમાઇના ઘરે જઇને સમજાવ્યો હતો. પરંતુ જમાઇએ તેનું સાંભળ્યું નહીં અને પોતાની મમાની કરતો રહ્યો હતો. 16 ઑક્ટોબરે કોઇવાતને લઇને ફરીથી આ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન જૂનસે અમનદીપને ઝેર આપીને આપીને મારી નાંખી હતી. પત્નીની હત્યા કરીને પતિ ઘરેથી ફરાર થયો હતો. સત્યાદેવીએ પોતાની પુત્રીના હત્યાને કડકમાં કડક સજા થાય આ અંગે પોલીસ પાસે માંગણી કરી હતી.આ પણ વાંચોઃ-વડોદરાઃ પ્રસૂતિ સમયે મહિલાના ગુપ્તાંગમાં પેડ મૂકી બહાર કાઢવાનું ભૂલી ગયા ડૉક્ટર

બીજી તરફ દીનાનગર પોલીસ સ્ટેશનના એસએચઓ બલદેવ રાજનું કહેવું છે કે સત્યાદેવીના નિવેદનના આધારે આરોપી પતિ જૂનસ મસીહ સામે હત્યાનો ગુનો નોધ્યો છે અને આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.
First published: October 19, 2019, 11:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading