કોટા:રાજસ્થાનમાં (Rajasthan crime news) કોચિંગ સિટી કોટા ક્રાઇમ સિટીમાં ફેરવાય ગયું છે. કોટામાં છેલ્લા 5 દિવસોમાં ત્રણ હત્યા થઈ ગઈ છે. બુધવારના દિવસે અહીંયા ફરી એકવાર રિશ્તોંની હત્યાં થઇ. શહેરનાં દાદાબાડી પોલીસ સ્ટેશનમાં (dadabadi police station) પતિએ પત્નીની બેરહેમીથી હત્યાં (husband killed wife) કરી નાખી છે. પતિએ ચપ્પા વડે પત્નીને મોતને ઘાટે ઉતારી નાંખી હતી. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ભર્યું અને ડરામણું વાતાવરણ બની ગયું હતું.
ઘટના પછી આરોપી પતિ ઘાયલ પત્નીને લોહી-લુહાણ હાલતમાં તડપતી છોડી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ ત્યાં ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી.
પોલીસના અનુસાર હત્યાની શિકાર બનેલી રિજવાના 27 વર્ષની હતી. તેમના 11 વર્ષ પહેલા લગ્ન થયાં હતાં. તે પહેલા તેનો પતિ ઈરફાન સાથે વિજ્ઞાનગર વિસ્તારમાં રહેતી હતી. તેમના 3 બાળકો છે. કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. તેનો પતિ તેની પત્ની સાથે મારપીટ કરતો હતો.
જેથી રિજાવાના 2 વર્ષ અલગ પણ રહી હતી. એક દિવસ બુધવારના રિજવાનાં બાલાકુંડ વિસ્તારમાં તેની બહનના ઘરે ગઈ હતી.એક શામ તે પોતાની ભાણી સાથે બહાર ગઈ હતી. રિજવાનાંની 12 વર્ષની ભાણીને પણ કોઈએ મારી હતી.
બીજી બાજુ તે કરિયાણાની એક દુકાન પાસે ઈરફાન રિઝવનાનું ગળું કાપી તેની હત્યા કરી ત્યાંથી ફરાર થાયો હતો. રિજવાનાએ ચીસ પાડતા લોકો ભેગા થયા હતા. રિજવાના ઉપર છરી વડે જીવલેણ હુમલો થતાં હડકંપ મચી ગયો હતો.
" isDesktop="true" id="1125774" >
સ્થાનિક લોકોએ લોહી-લુહામ હાલતમાં હોસ્પિટલ પહોંચાડી હતી. જ્યાં રિજવાનાએ દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી. રિઝવાનની બહેન અને 12 વર્ષની છોકરી ખૂબ જ ઘાયલ હતી. હાલમાં રિજવાનની લાશને એમબીએસ હોસ્પિટલ મોર્ચરીમાં રખવામાં આવી છે. દાદાબાડી- પોલીસ દ્વારા આ મામલા વિશે વધુ તપાસ હાથ ધરી છે.
પત્નીની જાહેરમાં હત્યા કરવાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે કોચિંગ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસમાં હત્યાની ત્રણ ઘટનાઓ બનતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર