પતિએ પત્નીનું ગળુ કાપી કરી હત્યા, દિવ્યાંગ સસરા ન કરી શક્યા પુત્રવધૂની મદદ

News18 Gujarati
Updated: October 21, 2019, 11:11 PM IST
પતિએ પત્નીનું ગળુ કાપી કરી હત્યા, દિવ્યાંગ સસરા ન કરી શક્યા પુત્રવધૂની મદદ
ઘટના સ્થળની તસવીર

સોમવારે સવારે ગીતા ખાવાનું બનાવી રહી હતી ત્યારે તેનો પતિ આવ્યો હતો. અને કોઇ વાતને લઇને બંને વચ્ચે ઝઘડો થયો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ બિહારના (Bihar) ગોપાલગંજમાં એક પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પોતાની પત્નીનુ ગળુ કાપીને હત્યા કરી હોવાની ઘટના બની છે. પત્નીની હત્યા (wife killed) કરીને આરોપી પતિએ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે આરોપી પતિની ધરપકડ હતી. પોલીસને ઘટના સ્થળે હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું તીક્ષ્ણ હથિયાર અને અભય કુમાર દુબેની 30 વર્ષીય મૃત પત્ની ગિન્ની ઉર્ફે ગીતા દેવીની લાશ પડેલી મળી હતી. અભ્ય અને ગીતા દેવીના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા.

પરિવાજનોએ જણાવ્યું હતું કે, સોમવારે સવારે ગીતા ખાવાનું બનાવી રહી હતી ત્યારે તેનો પતિ આવ્યો હતો. અને કોઇ વાતને લઇને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો બધો ઉગ્ર બન્યો કે પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. જેથી પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે જાણ થતાં સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા.

આ પણ વાંચોઃ-OMG! 300થી વધારે ઉંદર સાથે રહે છે આ મહિલા, જુઓ તસવીરો

લોકોથી ઘેરાયેલા પતિએ પોતે જ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પતિની ધરપકડ કરી હતી. ઘરેલુ કંકાસના કારણે હત્યા કરી હોવાની વાત સામે આવી હતી. અત્યારે દરેક પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે. મૃતક પત્નીની લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

આ પણ વાંચોઃ-કરવાચોથ ઉપર ખોટું બોલતા પકડાઇ રાખી સાવંત, troll થતાં જ હટાવ્યો Video

દિવ્યાંગ સસરા ઇચ્છીને પણ વહૂની મદદ ન કરી શક્યામૃતકના સસરા બીમાર છે, તેઓ દિવ્યાંગ પણ છે. પુત્ર-પુત્રવધુ વચ્ચે ચાલતા ઝઘડા દરમિયાન તેમનેબચાવવાની કોશિશ કરી હતી. પરંતુ દિવ્યાંગતાના કારણે ઇચ્છીને પણ વહુને બચાવી ન શક્યા.

આ પણ વાંચોઃ-ખુશખબરઃ ધનતેરસ પહેલા સસ્તું થયું સોનું, ફટાફટ જાણો સોનાના નવા ભાવ

માસૂમ બેટીઓએ કહ્યું કે પપ્પા મમ્મીને હંમેશા મારતા હતા
પોલીસે મૃતકોની બે પુત્રીઓની પૂછપરછ કરી હતી જેમાં પાંચ વર્ષીય પુત્રી રાધે કુમારી અને ચાર વર્ષીય પુત્રી અનન્યા કુમારીએ કહ્યું હતું કે પપ્પા હંમેશા મમ્મીને મારતા હતા.
First published: October 21, 2019, 11:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading