ઘર જમાઈએ પત્ની અને સાસુની હત્યા કરીને પોલીસને કર્યો ફોનઃ મ્હેણાં મારનારી પત્ની અને સાસુંને મારી દીધા

દિલ્હી પોલીસ પ્રતિકાત્મક તસવીર

delhi crime news: મહેશ કાર ખરીદને વેચવાનું કામ કરતો (car buy and sell) હતો. જ્યારે પાંચ વર્ષ પહેલા તેણે નિધિ સાથે લવ મેરેજ (love marriage) કર્યા હતા. પરંતુ ઘર જમાઈ હોવાથી રોજ રોજ મ્હેણાં સાભળીને કંટાળી ગયો હતો.

 • Share this:
  નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં (delhi news) એક વ્યક્તિએ પોતાની પત્ની અને સાસુની હત્યા (Double Murder in Delhi) કરી હોવાની ચકચારી ઘટના બની હતી. આરોપીએ પોતાની પત્ની અને સાસુ ઉપર તાબડતોબ ફાયરિંગ (firing on wife and mother in law) કરીને હત્યા કરી દીધી હતી. બંનેની હત્યા કર્યા બાદ પોતે જ દિલ્હી પોલીસને (Delhi Police)ફોન કરીને જાણ કરી હતી. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપી પતિની ધરપકડ (husband arrested) કરીને તપાસ હાથધરી હતી.

  આ આખો કેસ દિલ્હીના બાબા હરિદાસ નગર વિસ્તારનો છે. અંહી એક વ્યક્તિએ ગુસ્સામાં પોતાની સાસુ અને પત્ની ઉપર તાબડતોબ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બંનેનું ઘરમાં જ સ્થળ ઉપર મોત નીપજ્યુ હતું. આરોપીની ઓળખ બાબા હરિદાસ નગરના નારનુમ પાર્ક નિવાસી મહેશના રૂપમાં થઈ છે. આરોપીની મૃતક પત્નીનું નામ 21 વર્ષીય નિધી અને સાસુનું નામ 55 વર્ષીય વીરો છે.

  પોલીસે જણાવ્યું કે હત્યાંકાડનું કારણ
  દિલ્હી પોલીસ સૂત્રો પ્રમાણે આરોપી મહેશ પોતાની સાસુ અને પત્નીથી નારાજ રહેતો હતો. કારણ કે બંને ઘર જમાઈ રહેવાના કારણે છાસવારે મ્હેણા મારતી હતી. જેના કારણે તેણે પોતાની પત્ની અને સાસુને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટનાનને અંજામ આપ્યા બાદ મહેશે ખુદ પોલીસને કોલ કરીને જાણકારી આપી હતી.

  આ પણ વાંચોઃ-OMG! પાળતું ડોગે ડોક્ટરની સામે જ કરી ઉલ્ટી, પેટમાંથી એવી વસ્તુએ માલકિન શમાઈ

  જ્યારે ધરપકડના ડરથી ભાગવાની જગ્યાએ ઘટના સ્થળે જ હાજર રહ્યો હતો. ઘટના સ્થળે પહોંચીને પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું કે તેનો કબ્જામાંથી હથિયાર જપ્ત કરી લીધું છે. ભારતીય દંડ સંહિતાની ધારા 302ના અંતર્ગત મામલો દર્દ કર્યો હતો.

  આ પણ વાંચોઃ-Shocking: હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી પ્રેમિકા, ઘર પર તેની માતા સાથે રંગરેલિયા મનાવતો હતો પ્રેમી

  પાંચ વર્ષ પહેલા મહેશ અને નિધિના થયા હતા લવ મેરેજ
  પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહેશ કાર ખરીદને વેચવાનું કામ કરતો હતો. જ્યારે પાંચ વર્ષ પહેલા તેણે નિધિ સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ ઘર જમાઈ હોવાથી રોજ રોજ મ્હેણાં સાભળીને કંટાળી ગયો હતો. ગુસ્સામાં આવીને તેણે પોતાની પત્ની અને સાસુને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે લાશનો કબ્જો લઈને ડબલ મર્ડર કેસની તપાસ શરુ કરી હતી.
  Published by:ankit patel
  First published: