Home /News /crime /

Affair: પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી ત્રણ બાળકોની માતા, પતિએ રંગેહાથ પકડી અને પછી..

Affair: પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી ત્રણ બાળકોની માતા, પતિએ રંગેહાથ પકડી અને પછી..

પ્રતિકાત્મક તસવીર

Bihar Extramarital Affair: ત્રણ બાળકોની માતાના લગ્નેતર પ્રેમ સંબંધ (Extramarital Love Affair) એ રીતે વધ્યો કે તેઓ સમયાંતરે મળવા લાગ્યા હતા. આ દરમિયાન યુવકને પરિણીત પ્રેમિકાએ (Married girlfriend) રાત્રે મળવા બોલાવ્યો હતો.

  મધુબનીઃ બિહારના (Bihar) મધુબની જિલ્લામાં એક અજીબોગરીબ પ્રેમ કહાનીનું (OMG love story) ભયાનક પરિણામ સામે આવ્યું છે. એક યુવકને પડોશમાં રહેતી મહિલા સાથે પ્રેમ થઈ ગયો. ત્રણ બાળકોની માતાના લગ્નેતર પ્રેમ સંબંધ (Extramarital Love Affair) એ રીતે વધ્યો કે તેઓ સમયાંતરે મળવા લાગ્યા હતા. આ દરમિયાન યુવકને પરિણીત પ્રેમિકાએ (Married girlfriend) રાત્રે મળવા બોલાવ્યો હતો. મહિલાએ મધરાત બાદ યુવકને ગામની એક જગ્યાએ મળવા જણાવ્યું હતું.

  ત્યારબાદ યુવક અને યુવતી બન્ને અગાઉથી નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયા હતા અને બંને અંગત પળો માણવા આતુર હતા. બીજી તરફ મહિલાના પતિને શંકા ગઈ અને તે પોતાની પત્નીનો પીછો કરી રહ્યો હતો. જ્યારે પતિએ રાતના અંધારામાં પોતાની જ પત્નીને અન્ય પુરૂષની બાહોમાં જોઈ, તો તેના હોશ ઉડી ગયા હતા. પતિને સ્થળ પર જોઈને મહિલા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. બીજી તરફ પિત્તો ગુમાવી બેઠેલા શખ્સે પત્નીના પ્રેમી પર હુમલો કર્યો હતો. આ પછી મહિલાએ તેના પતિ સાથે મળીને તેના જ પ્રેમીની હત્યા (Murder) કરી નાખી હતી.

  લગ્નેતર પ્રેમસંબંધના ભયંકર પરિણામોનો ખુલાસો સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. અનિલ કુમાર મહતોની હત્યાથી ગામ અને આસપાસના વિસ્તારોમાં અરેરાટી ફેલી ગઈ હતી. પરિવારજનોની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

  આ પણ વાંચોઃ-firing: સુરતમાં પૂર્વ પ્રેમિકાનો પ્રેમ સંબંધ ચાલુ કરવા દબાણ, યુવકે યુવતીની બહેન ઉપર ફાયરિંગ કર્યું, ધરપકડ

  પ્રેમ પ્રકરણમાં હત્યાની આ ઘટના રાજનગર પોલિસ સ્ટેશન વિસ્તારના પરિહારપુર નોનિયા ટોલાના વોર્ડ નંબર-8ની છે. સ્થાનિક પોલીસે દાવો કર્યો છે કે, ઘટનાના માત્ર 4 દિવસમાં જ હત્યાના ભેદનો પર્દાફાશ થયો છે. પોલીસનું કહેવું છે કે મૃતક અનિલને પાડોસમાં રહેતી પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. મૃતકની પ્રેમિકા 3 બાળકોની માતા છે. પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન યુવકની પરિણીત પ્રેમિકા અને તેના પતિએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

  આ પણ વાંચોઃ-Couple suicide: સુરતમાં પ્રેમી યુગલે તાપી નદીના કિનારે સજોડે જીવન ટૂંકાવ્યું

  મૃતદેહને ઘટનાસ્થળેથી દૂર ફેંકી દેવામાં આવ્યો
  પોલીસે જણાવ્યું કે મહિલાએ મધરાત પછી પ્રેમીને મળવા માટે બોલાવ્યો હતો. અનિલ બતાવેલી જગ્યાએ પહોંચ્યો હતો. થોડી વાર પછી મહિલા પણ સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં બંને રાતના અંધારામાં રોમાન્સ કરવા લાગ્યા હતા. બીજી તરફ મહિલાના પતિને આ અંગે જાણ થઈ હતી.

  પતિએ પત્નીને પ્રેમી સાથે વાત કરતાં સાંભળી હતી, તેથી તે પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પતિને જોઈને મહિલા ચોંકી ગઈ હતી. મહિલાના પતિએ અનિલ પર હુમલો કર્યો હતો. આ પછી પત્નીએ પતિ સાથે મળીને અનિલનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. 'દૈનિક જાગરણ'ના અહેવાલ મુજબ, યુવકની હત્યા કર્યા બાદ પતિ-પત્નીએ તેની લાશને ઘટનાસ્થળેથી દૂર ફેંકી દીધી હતી.

  5 વર્ષથી ચાલી રહ્યો હતો પ્રેમ સંબંધ
  પોલીસે જણાવ્યું કે યુવક અને પરિણીતા વચ્ચે છેલ્લા 5 વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. બંને ઘરેથી ભાગીને લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે પહેલા તેઓએ મળવાનું નક્કી કર્યું હતું. હાલ પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Bihar News, Crime news, Love affair

  આગામી સમાચાર