Home /News /crime /પત્ની બાથરૂમમાં ન્હાવા ગઈ અને એન્જીનિયર પતિએ એવું કર્યું કે પહોંચી ગઈ સીધી હોસ્પિટલ

પત્ની બાથરૂમમાં ન્હાવા ગઈ અને એન્જીનિયર પતિએ એવું કર્યું કે પહોંચી ગઈ સીધી હોસ્પિટલ

પ્રતિકાત્મક તસવીર

Madhya pradesh crime news: વિહાર કોલોનીમાં રહેતા એક ઝિરન્યામાં વીજળી કંપનીમાં ફરજ બજાવતા જૂનિયર એન્જીનિયરે (Junior Engineer) બીજા લગ્ન કરવા માટે પોતાની પહેલી પત્નીને કરંટ આપીને મારી નાંખવાનો પ્રયત્ન (Attempt to kill his wife by electrocuting) કર્યો હતો.

વધુ જુઓ ...
મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશના (Madhya pradesh) ખરગોનમાં એન્જીનિયર પતિએ બાથરૂમમાં (bathroom) ન્હાતી પત્ની ઉપર (wife talking bath) કરંટ છોડ્યો હતો. જેના પગલે મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ (hospital) ખસેડી હતી. મહિલાએ (woman) આરોપ લગાવ્યો હતો કે બીજા લગ્ન કરવા માટે તેના એન્જીનિયર પતિએ તેને મારવા માંગે છે.

ઘટના અંગે વાત કરીએ તો ખરગોન શહેરની બિસ્ટાન રોડ સ્થિત બ્રિજ વિહાર કોલોનીમાં રહેતા એક ઝિરન્યામાં વીજળી કંપનીમાં ફરજ બજાવતા જૂનિયર એન્જીનિયરે બીજા લગ્ન કરવા માટે પોતાની પહેલી પત્નીને કરંટ આપીને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પડોશીઓએ તેનો જીવ બચાવ્યો હતો.

8 વર્ષ પહેલા થયા હતા લગ્ન
ગંભીર અવસ્થામાં મહિલાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે આરોપી એન્જીનિયર પોલીસ પકડથી દૂર છે. મહિલાને બે બાળકો પણ છે નેહા અને મુકેશના લગ્ન 2013માં થયા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ રાજસ્થાનની લક્ઝરી બસમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, સંતાડવાની રીત જોઈ પોલીસ માંથુ ખંજવાળવા લાગી

પીડિત મહિલા નેહાએ જણાવ્યું કે તેનો પતિ મુકેશ ડાવર છાસવારે તેની સાથે મારપીટ કરતો હોય છે. ખાવાનું બનાવવાની વાત ઉપર પણ તેને માર માર્યો હતો અને પછી તે ન્હાવા માટે બાથરુમમાં ચાલી ગઈ હતી. આ દરમિયાન મુકેશે બાથરૂમમાં કરંટ છોડી દીધો હતો અને નળ ચાલુ કરી દીધો હતો.

આ પણ વાંચો:-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકોએ અથાગ મહેનત છતાં પરિણામ નિરાશાજન, જાણો રાશિફળ

મને કરંટ લાગ્યો તો મેં બુમો પાડી હતી. આસપાસના લોકોએ મને જેમતેમ કરીને બહાર કાઢી હતી. અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. મહિલાના નિવેદન બાદ એડીશનલ એસપીએ જણાવ્યું હતું કે મહિલાનું નિવેદન લેવાયું છે. મહિલાએ જે આરોપ લગાવ્યા છે તે મામલે તપાસ થઈ રહી છે. આરોપીને વહેલી તકે પકડી લેવામાં આવશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'અહીં તો દારુ પીવું એ સામાન્ય બાબત છે, તારે સહન કરવું પડશે', અસહ્ય ત્રાસથી પરિણીતાએ કરી ફરિયાદ

ઉલ્લેખનીય છે કે અત્યારના સમયમાં લગ્નેત્તર સંબંધો બંધાવવા સામાન્ય બાબત છે. આવા સંબંધોનું પાછળથી કરુણ પરિણામ આવતું હોય છે. લોકો પોતાના પાર્ટનરને દગો આપીને અન્ય પાર્ટનર તરફ આકર્ષાય છે. ક્યારેક આડાસંબંધોના કારણે હત્યા સુધી પહોંચી જતા હોય છે. ક્યારેક પત્ની પતિની હત્યા કરાવતી હોય છે તો ક્યારેક પતિ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારીને અન્ય સ્ત્રી સાથે હંમેશા રહેવાના અભરખા રાખતો હોય છે.

પરંતુ મધ્ય પ્રદેશમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અને એન્જીનિયર પતિએ પોતાના વ્યવસાયને લગતી રીત અપનાવીને પત્નીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો.
First published:

Tags: Crime news, Husband wife fight, Madhya pradesh news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો