uttar pradesh news: વિજ્ઞાન વિષય (Science subject) ભણાવતી શિક્ષિકાએ (teacher) છાત્રાલયમાં કપડા બદલતા અને ન્હાતા સમયના વીડિયો અને ફોટો (Obscene Video) બનાવ્યા હતા. છાત્રાઓને હવે એ ડર સતાવી રહ્યો છે કે ફરાર આરોપી શિક્ષિકા તેમના વીડિયો ક્યાંક વાયરલ (video viral) ન કરી દે.
અલીગઢઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh news) અલીગઢમાં (Aligarh)મડરાક વિસ્તારમાં કસ્તૂરબા ગાંધી આવાસીય કન્યા વિદ્યાલયમાં એક મહિલા ટીચર ઉપર આરોપ લગાવ્યો છે કે તેણે છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓના અનેક વખત અશ્લીલ વીડિયો (Obscene Video) નબાવ્યા છે. આરોપ છે કે શિક્ષિકાએ છાત્રાઓને ધમકી આપી હતી કે જો કોઈને અથવા પરિજનોને આ અંગે ફરિયાદ (police complaint) કરી છે તો ઘરના લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે, બાળકીઓએ આ અંગે પરિવારને જાણ કરી તો હડકંપ મચી ગયો હતો.
બધા પરિવારોએ ભેગા થઈને ફરિયાદ કરવા માટે છાત્રાલય પહોંચ્યા હતા. ત્યારબાદ તપાસ અધિકારી છાત્રાલય પહોંચ્યા હતા. જ્યાં આરોપી શિક્ષિકા પોતાના મોબાઈલ સાથે ફરાર થઈ ગઈ હતી. જોકે, વિદ્યાર્થીનીઓની એ વિચારીને તબીયત ખરાબ થઈ ગઈ હતી કે ક્યાંક આરોપી શિક્ષિકાએ તેમના વીડિયો અને ફોટો વાયરલ તો નહીં કરી દે. કારણે બધાને તેની કરતૂતની જાણ થઈ ગઈ હતી.
વિદ્યાર્થીનીઓને સારવાર માટે સ્થાનિક ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સુચનાના આધારે ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. ગભરાયેલી વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, વિજ્ઞાન વિષય ભણાવતી શિક્ષિકા રુબી રાઠોરે છાત્રાલયમાં કપડા બદલતા અને ન્હાતા સમયના વીડિયો અને ફોટો બનાવ્યા હતા. આ અંગે ફરિયાદ ઉપર રુબી રાઠોર, વોર્ડન અને ગેટ કીપર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ રુબી રાઠોર ફરાર થઈ ગઈ હતી.
વિદ્યાર્થીનીઓમાં પોતાના વીડિયો અને ફોટો વાયરલ કરવાનો ડર છાત્રાઓને હવે એ ડર સતાવી રહ્યો છે કે ફરાર આરોપી શિક્ષિકા તેમના વીડિયો ક્યાંક વાયરલ ન કરી દે. છાત્રાઓએ કહ્યું કે વોર્ડન વિરુદ્ધ કાર્યવાહી ખોટી કરવામાં આવી છે. તેમણે તો ફરિયાદ કરવામાં મદદ કરી છે એટલે તેમની વાપસી થવી જોઈએ.
બાળકીઓની તબિયતના સમાચાર સાંભળીને હોસ્પિટલ પહોંચેલા પરિજનોએ હંગામો મચાવ્યો હતો અને આરોપી શિક્ષિકા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પરિજનોનું કહેવું છે કે શિક્ષિકાના મોબાઈલ ફોનમાં કેવા પ્રકારના વીડિયો અને ફોટો છે એ તો એ જાણે પરંતુ બાળકીઓ ડરેલી છે. તેમને ડર છે કે શિક્ષિકા કંઈ આગુપાછું ન કરી દે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર