Honour killing: પરિવારે ખોટી શાન ખાતર પ્રેમ લગ્ન કરનારી પુત્રીની ઢોર માર મારીને કરી હત્યા

ઘટના સ્થળે બેઠેલી પોલીસ

uttar pradesh crime news: પરિજનોએ પોતાની ખોટી શાન માટે પોતાની પુત્રીને માર (daughter murder) મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ (Destruction of evidence) કરવા માટે લાશને શ્મસાનમાં શળગાવી દીધી હતી.

  • Share this:
    મેરઠઃ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં (Uttar pradesh) પ્રેમ કરવાની સજા આજે પણ મોત ગણાય છે. મેરઠમાં (Meerut) ઓનર કિલિંગની (Honour killing) સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પરિજનોએ પોતાની ખોટી શાન માટે પોતાની પુત્રીને માર (daughter murder) મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ (Destruction of evidence) કરવા માટે લાશને શ્મસાનમાં શળગાવી દીધી હતી. મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મૃતક મહિલાના પતિએ પરિજનો ઉપર હત્યાનો આરોપ લગાવ્યો હતો. અને 10 લોકો સામે ફરિયાદ (police complaint) નોંધાવી હતી. અત્યારે આરોપી ફરાર છે.

    ઘટના મેરઠના ભાવનપુર વિસ્તારમાં ભુડપુર વિસ્તારની છે. જ્યાં રોમા નામની એક યુવતીએ પોતાના ગામમાં રહેનારા રાહુલને પ્રેમ કરી બેઠી હતી. પ્રેમી પ્રેમિકાએ પરિજનો આગળ પોતાના લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ યુવતીએ પરિજનોએ પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. બંનેએ જુલાઈમાં લગ્ન કરી લીધા હતા અને પોત-પોતાના ઘરમાં રહેવા લાગ્યા હતા. આશરે 2 દિવસ પહેલા જ યુવતીએ પોતાના પરિવારના લોકોને લગ્ન અંગે જાણ કરી હતી.

    પરિજનોને આ વાતથી નારાજ હતા. તેમણે મહિલાને બંધક બનાવીને માર માર્યો હતો. રોમાને એટલી હદે માર માર્યો હતો કે તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આ ઘટનાને દબાવવા માટે હત્યા સાથે જોડાયેલા પુરાવા મીટાવવા અને લાશને ઠેકાણે લગાવવા માટે સ્મશાનમાં સળગાવી દીધી હતી.

    આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: અન્ય લોકોના વિચારો તમને પ્રભાવિત તો નથી કરી રહ્યા ને?, જાણો રાશિફળ

    આ વાતની ગંધ રોમના પતિ રાહુલને લાગી હતી. ત્યારબાદ રાહુલે પરિજનો ઉપર હત્યાનો આરોપ લગાવ્યો હતો. અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આનન-ફાનનમાં રાહુલના આરોપોની તપાસ કરી તો રોમાની હત્યા થઈ ચૂકી હતી.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના દસ દિવસ સુધી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, પતિ નપુંસક હોવાની જાણ થતાં નવવધૂના જીવનમાં આવ્યો ભૂકંપ

    તેની લાશને સ્મશાનમાં સળગાવી પણ દીધી હતી. પોલીસે પરિજનોની પૂછપરછ કરવાની કોશિશ કરી તો તે બધા ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે પુરાવા એકઠાં કરવા માટે ફોરેન્સીક ટીમ અને એક્સપર્ટની ટીમનો સહાલો લીધો હતો.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ આનંદનગરમાં ખેલાયો ખૂની ખેલ, પત્નીને હેરાન કરવાની અદાવતમાં આધેડને ઉતાર્યો મોતને ઘાટ

    ત્યારબાદ ભાવનપુર પોલીસ સ્ટેશનમાં રોમાએ પરિવારના આશરે 10 લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને અત્યારે પોલીસ આરોપીઓની શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
    Published by:ankit patel
    First published: