Home /News /crime /Crime Alert: પૂણેમાં હાઈટેક છેતરપિંડી, દાગીના ખરીદી કરતો FAKE ટ્રાન્જેક્શન, મેસેજ આવે પણ પૈસા જમા ન થાય

Crime Alert: પૂણેમાં હાઈટેક છેતરપિંડી, દાગીના ખરીદી કરતો FAKE ટ્રાન્જેક્શન, મેસેજ આવે પણ પૈસા જમા ન થાય

Fake UPI ટ્રાન્જેક્શન

Pune Crime: આ જ ફેક પેમેન્ટ એપનો ઉપયોગ કરીને આરોપી નિખિલ દ્વારા જ્વેલર્સ સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવી. આ એપમાં ટ્રાન્જેક્શન સક્સેસફુલ થયા હોવાનું કહી તે ઘરેણા લઈ દુકાનમાંથી લઇ જતો હતો.

  આજકાલ ડિજિટલ પેમેન્ટ અને UPIનો ઉપયોગ વધવાને કારણે લોકોને ચૂકવણી કરવામાં સરળતા થવા લાગી છે અને લોકો ઝડપી રીતે પોતાનું કામ પણ કરી શકે છે. જો કે દરેક સારી વસ્તુ પોતાના ખરાબ પાસા સાથે જ આવે છે. ડિજિટલ પેમેન્ટનું પણ કંઈક એવું જ છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડનો આવે જ એક કિસ્સો સામે આવ્યો, જ્યાં આ પ્રકારે ડિજિટલ છેતરપિંડી કરતા એક શખ્સ નિખિલની પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ એપ્લિકેશનના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરતા હતો. જો કે હાલ તો પોલિસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

  આ શાતિર ચોર મોટાભાગે જ્વેલર્સને પોતાનો શિકાર બનાવતો હતો. તે દાગીના અને સોના ચાંદીની વસ્તુઓની ખરીદી કર્યા પછી સામાન્ય માણસની જેમ ડિજિટલ પેમેન્ટ કરતો હતો. જણાવી દઈએ કે અહીં જ આ વ્યક્તિ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હતી. આ વ્યક્તિનું ઓનલાઈન પેમેન્ટ તેના ફોની સ્ક્રિનમાં તો સક્સેસફુલ બતાવવામાં આવતું, પણ જ્વેલર્સ કે દુકાન માલિકના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર જ થતા નહોતા. આ ચોર એટલો શાતિર હતો કે પોતે પકડાઈ ન જાય તે માટે પોતાના ટ્રાન્સફરનો સ્ક્રિન શોટ લઈને પણ તે દુકાન માલિકને સેન્ડ કરતો હતો.

  આ પણ વાંચો-માનવતા શર્મસાર! મહિલાએ પાલતું વાંદરાને ટોયલેટમાં ફ્લશ કર્યો, ડ્રગ્સ આપવાનો પણ કર્યો પ્રયાસ

  આ રીતે કરતો હતો છેતરપિંડી

  નિખિલ નામનો આ આરોપી જ્વેલર્સને પોતાનો ટાર્ગેટ બનાવતો હતો. નિખિલ કોઈપણ સામાન્ય ગ્રાહકની જેમ જ દુકાનમાં જતો હતો અને જ્વેલરી ખરીદતો હતો. જ્વેલરી ખરીદ્યા બાદ પેમેન્ટ ઓપ્શન તરીકે નિખિલ ડિજિટલ પેમેન્ટ કે ઓનલાઈન પેમેન્ટ આપવાનો આગ્રહ રાખતો અને ઈ-કોમર્સ વેબસાઈટના યૂપીઆઈ થકી પેમેન્ટ કરતો. બાદ તે કોડ સ્કેન કરી દુકાન માલિકને ટ્રાન્જેક્શન સક્સેસફુલનો મેસેજ બતાવીને ત્યાંતી રફુચક્કર થઈ જતો. આ આરોપી એવી દુકાનોને ટાર્ગેટ બનાવતો હતો કે જ્યાં વધુ ભીડ હોય, જેથી તે સરળતાથી ત્યાંથી છટકી શકે. કોઈ વ્યક્તિ કે દુકાનમાલિક તેની પાછળ ન આવે તે માટે તે 20થી 30 હજાર જેવી રકમના જ ટ્રાન્જેક્શન કરતો હતો.

  આ પણ વાંચો-Crime Alert: સુરતમાં દુષ્કર્મનાં 4 વર્ષ બાદ પણ પીડા નથી દૂર થઇ, 200 ટાકા સાથે જીવે છે દીકરી

  આ રીતે આવ્યો હાઈટેક ચોરીનો વિચાર

  નિખિલ પોતાના ક્રેડિટ કાર્ડનો જરૂરથી વધુ ઉપયોગ કરતો હતો અને સમયસર તેના બિલની ચુકવણી કરી શકતો ન હતો. જેના કારણે તેના પર ક્રેડિટકાર્ડના પેમેન્ટનું ખૂબ દેવું થયું હતું. આ દેવાની ચૂકવણી કરવા માટે તણે યૂ ટ્યૂબના માધ્યમથી એક ફેક પેમેન્ટ એપ વિશે જાણકારી મેળવી. આ એપ આ પ્રકારના ફેક અને ફ્રોડ ટ્રાન્જેક્શન કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

  આ જ ફેક પેમેન્ટ એપનો ઉપયોગ કરીને આરોપી નિખિલ દ્વારા જ્વેલર્સ સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવી. આ એપમાં ટ્રાન્જેક્શન સક્સેસફુલ થયા હોવાનું કહી તે ઘરેણા લઈ દુકાનમાંથી નાસીપાસ થઈ જતો હતો.

  આ રીતે સામે આવ્યો સમગ્ર મામલો

  લાંબા સમયથી આ પ્રકારની છેતરપિંડી કરવા છતા તેની પર કોઈ શંકા ન થવાને કારણે તેણે આ છેતરપિંડી ચાલું રાખી. જો કે થોડા સમય પહેલા એક ઝ્વેલરી શોરૂમના માલિક દ્વારા બાબતે પોલિસને ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો.

  ફરિયાદ બાદ પોલિસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી અને પૂછપરછ અને સીસીટીવી ફુટેજને આધારે નિખિલની ઓળખ કરીને ત્વરિત ધોરણે તેની ઘરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ કરતા છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય લોકો પણ સામે આવ્યા.

  ધરપકડ બાદ પોલિસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં નિખિલે પોતાના ગુનાની કબૂલાત કરી અને જણાવ્યું કે કઈ રીતે તેને છેતરપિંડીનો વિચાર આવ્યો.

  આ સમગ્ર મામલે જાણકારી આપતા પિંપરી ચિંચવાડના પોલિસ કમિશ્નર કૃષ્ણ પ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું કે છેતરપિંડીને અંજામ આપનાર યુવર નિખિલ માત્ર 22 વર્ષનો છે અને તે ઔરંગાબાગના લાસુરનો રહેવાસી છે અત્યાર સુધી નિખિલ દ્વારા રૂ. 5 લાખની છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો છે. તેની પાસેથીસ જપ્ત કરવામાં આવેલા સામાનમાં 105 ગ્રામ સોનું, 1 સ્કૂટર અને મોંધા મોબાઈલ ફોન છે. હાલ પોલિસ તપાસ કરી રહી છે. આરોપી સાથે અન્ય લોકો પણ આ પ્રકારની છેતરપિંડીમાં શામેલ છે કે કેમ તે દિશામાં હાલ તપાસનો દોર યથાવત છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Hitech thief, National news, Pune news, ગુનો

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन