Home /News /crime /Hit & Run: નવમાં ધોરણમાં ભણતાં સગીરે ફૂટપાથ પર ચડાવી દીધી ગાડી, 4 મહિલાનાં મોત

Hit & Run: નવમાં ધોરણમાં ભણતાં સગીરે ફૂટપાથ પર ચડાવી દીધી ગાડી, 4 મહિલાનાં મોત

નવમાં ધોરણમાં ભણતાં સગીરે ફૂટપાથ પર ચડાવી દીધી ગાડી, 4 મહિલાનાં મોત

Car run over labor in Hyderabad: તેલંગણાંનાં કરીમનગરમાં રવિવારે સવારે ફૂટપાથ પર બેઠેલી કેટલીક મજૂરી કરતી મહિલાઓ એક કારની અડફેટે આવી (Hit and Run Case) ગઇ. જેને કારણે યુવતી સહિત ચાર મહિલાઓનું મોત ઘટના સ્થળે જ થઇ ગયુ છે. કાર કથિત રૂપે એક સગીર ચલાવતો હતો જે નવમાં ધોરણમાં ભણે છે.

વધુ જુઓ ...
    હૈદરાબાદ: ફુટપાથ પર બેઠેલાં મજૂરોને એક કારે કચડી નાંખ્યાનો કિસ્સો સામે આવ્યો છે. તેલંગના (Telangana)નાં કરીમનગરમાં રવિવારની સવારે ફૂટપાથ પર બેઠેલા કેટલાંક મજૂરોને એક કારે (Car Accident) ટક્કર મારી દીધી હતી. જેમાં એક યુવતી સહિત ચાર મહિલાઓનું ઘટના સ્થળે મોત થઇ ગયુ છે. કાર કથિત રૂપે એક સગીર ચલાવતો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, ઘટના સવારે છ વાગીને 50 મિનિટ પર બની હતી. આ વિસ્તારમાં કાર ચલાવતા સમયે ગાઢ ધુમ્મસને કારણે આંખો ચોળતા સમયે સગીરનું સ્ટીયરિંગ પરથી નિયંત્રણ છટક્યું હતું. અને કાર ડિવાઇડરથી અથડાઇ હતી અને ફુટપાથ પર ચડી ગઇ જ્યાં બેઠેલાં લોકોને તેણે અડફેટે લીધા હતાં.

    પોલીસનાં એક અધિકારીનાં જણાવ્યાં અનુસાર, ઘટનામાં ત્રણ મહિલા અને એક 14 વર્ષિય યુવતીનું નિધન થઇ ગયુ છે. તેમણે જણાવ્યું કે, ત્રણનું ઘટના સ્થેળ જ મોત થઇ ગયુ હતું જ્યારે એકને હોસ્પિટલ લઇ જવામાં આવી તે સમયે રસ્તામાં તેણે દમ તોડ્યો હતો. આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

    આ પણ વાંચો-Ahmedabad Crime: પત્ની સાથે ઝઘડો થતાં પતિએ 5 વર્ષનાં માસૂમ સાળાની હત્યા કરી નાખી, લાશ કેનાલમાં ફેંકી દીધી

    આરોપી ચાલકની સાથે ગાડીમાં બે સગીર મિત્રો પણ હાજર હતા
    કરીમનગરનાં પોલીસ આયુક્ત વી સત્યનારાયણે કહ્યું કે, કાયદાનું ઉલ્લંઘન કરનારા સગીરે બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દીધુ અને કારથી ચારેય મહિલાઓને અને અન્યને ટક્કર મારી દીધી હતી. કિશોર નવમાં ધોરણનો વિદ્યાર્થી છે અને ઘટના સમયે કારમાં તેની સાથે બીજા બે સગીર મિત્રો પણ હતાં. ઘટના બાદ ત્રણેય સીગર કાર છોડીને ઘટના સ્થળેથી ભાગી ગયા છે.

    આ પણ વાંચો-CCTV: પેટ્રોલપંપ પર જ યુવાને શરીર પર રેડ્યું જ્વલનશીલ પ્રવાહી, દીવાસળી ચાંપે તે પહેલાં કરાયો બચાવ

    ઝુપડપટ્ટીમાં રહેતી હતી મજૂર મહિલાઓ
    પોલીસે જણાવ્યું કે, ત્રણેયની ધરપકડ થઇ ગઇ છે. આ ઉપરાંત સગીર દીકરાને ગાડી ચલાવવાની પરવાનગી આપનાર કાર માલિકની પણ ધરપકડ થઇ ગઇ છે. પોલીસે જણાવ્યું કે, મજૂર પહેલાં ફુટપાત પર બનેલી અસ્થાયી ઝુપડીઓમાં રહેતા હતાં. જેને પોલીસ અને નગરનિગમનાં અધિકારીઓએ હાલમાં જ હટાવી દીધી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Car accident, Hit and run case, અકસ્માત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन