ગાંધીજીના નિર્વાણદિને તેમની હત્યાની ઉજવણી કરનાર મહિલા નેતાની ધરપકડ

News18 Gujarati
Updated: February 6, 2019, 1:49 PM IST
ગાંધીજીના નિર્વાણદિને તેમની હત્યાની ઉજવણી કરનાર મહિલા નેતાની ધરપકડ
ફાઇલ ફોટો

હિંદુ મહાસભાની નેતા પુજા શુકન પાંડેએ 30મી જાન્યુઆરીએ ગાંધીજીના પોસ્ટરની સામે બંદૂક તાકીને તસવીર ખેંચાવી હતી.આ ઘટનાના પગલે તેની ધરપકડ કરાઈ છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: મહાત્મા ગાંધીના નિર્વાણદિને તેમના પોસ્ટર સામે બંદૂક તાકીને ફોટો ખેંચાવી તેમની હત્યાની ઉજવણી કરનાર હિંદુ મહિલા નેતા પુજા શકુન પાંડેની ધરપકડ કરવામાં આવી છે. અખિલ ભારત હિંદુ મહાસભાની નેતા પુજા, તેના પતિ અશોકની અલીગઢ ખાતેથી પોલીસે ધરપકડ કરી છે.

ઉત્તર પ્રદેશ પોલીસે આ ઘટનામાં 12 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. ભગવો પહેરીને ગળામાં માળ નાંખી સાધવીના સ્વાંગમાં પુજા પાંડે અને તેના સાગરીતોએ ગાંધીજીની હત્યાની ઊજવણી કરતો વીડિયો તૈયાર કર્યો હોવાનો અહેવાલ દેશભરમાં પ્રસિદ્ધ થયો હતો, જેના પગલે આ ઘટનાની ચોમેર ટીકા થઈ હતી. દક્ષિણપંથી વિચારધારા ધરાવતા આ જુથ દ્વારા ગાંધીજીના નિર્વાણદિનને શોર્ય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

હિંદુ મહાસભા દ્વારા અગાઉ પણ ગાંધીજીના હત્યારા નથુરામ ગોડ્સેને મહાન દેશભક્ત દર્શાવાવનો પ્રયાસ કરાયો છે. વર્ષ 2015માં હિંદુ મહાસભાના સ્વામી પ્રણવાનંદ દ્વારા કર્ણાટકના 6 જિલ્લામાં ગોડસેનું પૂતળું મૂકવાની જાહેરા કરવામાં આવી હતી. તેમના મતે ગાંધીજીની હત્યા દેશભક્તિ હતી જે, ગોડસેએ સાવરકરના આશિર્વાદથી કરી હતી.
First published: February 6, 2019, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading