પસંદ આવે તો પ્લેનથી મંગાવતા હતા યુવતીઓ, હોટલમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો ખુલાસો

પ્રતિકાત્મક તસવીર

prostitution cought in hotel: લેપટોપમાં અનેક યુવતીઓની તસવીરો અને સંબંધિત જાણાકરી પોલીસને મળી હતી. યુવકોને એપના માધ્યમથી તસવીરો મોકલાતી હતી. અને ડિજિટલ પેમેન્ટથી લેન દેન બાદ યુવકોને હોટલમાં બોલાવતી હતી.

 • Share this:
  સંજય કુમાર, પટનાઃ બિહારની (Bihar news) રાજધાની પટનાના (Patna) ગર્દનીબાગ વિસ્તારમાં ગુમ એક યુવકની શોધમાં એક્ઝિબિશન રોડ ઉપર હોટલ દયાલમાં (hotel dayal) પોલીસની ટીમે છાપો (police raid) માર્યો હતો. જ્યાં ગુમ યુવક તો ના મળ્યો પરંતુ પોલીસે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો (High Profile Sex Racket) પર્દાફાશ કર્યો હતો. હોટલમાં આપત્તિજનક સ્થિતિમાં નધામાં ધૂત યુવક અને યુવતીઓને પોલીસે પકડ્યા હતા. પોલીસની ટીમના નેતૃત્વ સીટી એસપી રાહુલ અંબરીશ કરી રહ્યા હતા. પોલીસે નશાની હાલતમાં 8 યુવતીઓની સાથે હોટલ સંચાલક, હોટલકર્મીઓ સહિત 16 લોકોની ધરપકડ કરી હતી.

  છાપા દરમિયાન પોલીસે દારૂની બોટલ ઉપરાંત લેપટોપ અને મોબાઈલ સહિત અનેક આપત્તિજનક વસ્તુઓ મેળવી હતી. 7 યુવતીઓમાં 6 પશ્ચિમ બંગાળની છે જ્યારે એક બનારસની હતી. હોટલ સંચાલક પંકજ વૈશાલી જિલ્લામાં રહે છે. પોલીસ અન્ય આરોપીઓની ધરપકડ કરીને છાપામારી કરી રહી છે.

  પકડાયેલા લોકો દારૂના નશામાં ધૂત હતા અને તેમની સામે દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તત્કાલીન એસપી મનુ મહારાજના સમયમાં દયાલ હોટલમાં સેક્સ રેકેટને લઈને દરોડા થયા હતા. જોકે ચોંકાવનારી બાબત એ છે કે સંબંધિત ગાંધી મેદાન પોલીસની છાપામારીની દંગ પણ આવી ન્હોતી.

  હોટલમાં ઘણા દિવસોથી આ ગોરખધંધો ચાલતો હતો. આ અંગેના જાણ પોલીસ કર્મચારીઓને હતી પરંતુ કાર્યવાહી કરવાના બદલે ચુપ બેઠા હતા. પોલીસ અધિકારીઓની માનીએ તો હોટલમાં બધા 10 રૂમમાં તપાસ કરી હતી. જેમાં એક રૂમમાં કપલ પણ પકડ્યું હતું. જેનું સેક્સ રેકેટ સાથે કોઈ કનેક્શન સામે આવ્યું નથી.

  બંગાળની બે યુવતીઓને પ્લેનથી પટના બોલાવવામાં આવી હતી. જ્યારે બીજી પટનામાં પહેલાથી જ હતી. લેપટોપમાં અનેક યુવતીઓની તસવીરો અને સંબંધિત જાણાકરી પોલીસને મળી હતી.

  આ પણ વાંચોઃ-વડોદરાઃ પતિએ GSTના 'સાહેબને' પોતાની પત્ની સાથે બેડરૂમમાં કઢંગી હાલતમાં પકડ્યો, 'સાહેબે' લાફા ઝિંક્યા

  આ પણ વાંચોઃ-રાજકોટઃ 'સાહેબ મારી માં બહેનનું મોઢું જોવા માગતી'તી પણ... સગી બહેનનું અપહરણ કરનાર ભાઈએ પોલીસને જણાવ્યું કારણ

  ન્યૂઝ18ને પોલીસ અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી કે પકડાયેલી યુવતીઓમાં મોટાભાગે પ્રોફેશનલ છે. યુવતીઓ પકડાઈ ગયેલા યુવકોને એપના માધ્યમથી તસવીરો મોકલતી હતી. અને ડિજિટલ પેમેન્ટથી લેન દેન બાદ યુવકોને હોટલમાં બોલાવતી હતી.
  Published by:ankit patel
  First published: