Home /News /crime /

પઠાણકોટ હુમલા મામલે પાક સરકાર એકશનમાં, PM નવાજ શરીફે આપ્યા તપાસના આદેશ

પઠાણકોટ હુમલા મામલે પાક સરકાર એકશનમાં, PM નવાજ શરીફે આપ્યા તપાસના આદેશ

પઠાણકોટ આતંકવાદી હુમલા મામલે પાકિસ્તાન સરકાર હરકતમાં આવી છે. પાકના વડાપ્રધાન નવાજ શરીફે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. સમાચાર પત્ર ધ નેશનમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર ગઇકાલે એમના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચ સ્તરની બેઠક મળી હતી અને પઠાણકોટ હુમલા મામલે ચર્ચા કરી હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ઇસ્લામાબાદ # પઠાણકોટ આતંકવાદી હુમલા મામલે પાકિસ્તાન સરકાર હરકતમાં આવી છે. પાકના વડાપ્રધાન નવાજ શરીફે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. સમાચાર પત્ર ધ નેશનમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર ગઇકાલે એમના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચ સ્તરની બેઠક મળી હતી અને પઠાણકોટ હુમલા મામલે ચર્ચા કરી હતી.

અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલમાં કહેવાયું છે કે, વડાપ્રધાન અને એમના સહયોગીઓએ ભારત તરફથી પુરા પાડવામાં આવેલા પુરાવાઓની તપાસ કરવા મુદ્દે સહમતિ સધાઇ હતી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ભારત તરફથી પુરા પાડવામાં આવેલા પુરાવાઓને ગુપ્ત તપાસ એજન્સીના પ્રમુખ આફતાબ સુલ્તાનને સોંપવામાં આવ્યા છે.

બેઠકમાં વડાપ્રધાન નવાજ શરીફે કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદ વિરોધી પ્રયાસો અંતગર્ત ભારત સાથે સહયોગ વધારવા માટે તૈયાર છે. શરીફે રાષ્ટ્રીય સલાહકાર નાસિર ખાન જાંજુઆને આદેશ આપ્યો છે કે તે પઠાણકોટ હુમલા બાદની વાતચીતની પ્રક્રિયાને યોગ્ય રીતે ટકાવી રાખવા માટે તે પોતાના ભારતીય સમકક્ષ અજીત ડોભાલ સાથે સંપર્કમાં રહે.
First published:

Tags: આતંકવાદી હુમલો, આદેશ, તપાસ, નવાજ શરીફ, પઠાણકોટ, પાકિસ્તાન, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन