જલેબી-સમોસા વેચનાર બન્યો બિલ્લૂ બાબા, 120 મહિલાઓ સાથે કર્યો છે રેપ

News18 Gujarati
Updated: July 29, 2018, 10:19 AM IST
જલેબી-સમોસા વેચનાર બન્યો બિલ્લૂ બાબા, 120 મહિલાઓ સાથે કર્યો છે રેપ

  • Share this:

  • એશ્વર્ય કુમારહરિયાણાના ફતેહાબાદ જીલ્લાના ટોહના વિસ્તારમાં નાની લારી લઈ જલેબી-સમોસા વેચવાવાળો એક વ્યક્તિ અચાનક બાબા બાલકનાથ મંદિરનો મહંત બની જાય છે. આસ્થાના નામ પર તે મહિલાઓ વચ્ચે અંધભક્તિ અને અંધવિશ્વાસની જાળ નાખે છે. તંત્ર-મંત્ર, ભૂત-પ્રેતનો ડર બતાવી મહિલાઓ સાથે રેપ કરે છે. પાછો તેનો વીડિયો બનાવી મહિલાઓને બ્લેકમેઈલ કરી મોટી રકમ વસૂલે છે. આ કહાની છે અમરપુરી ઉર્ફે બિલ્લૂની, જેની પોલીસે હાલમાં જ ધરપકડ કરી છે. બિલ્લૂએ અત્યાર સુધીમાં 120 મહિલાઓ સાથે રેપની કબૂલાત કરી છે.

અમરપુરી ઉર્ફે બિલ્લૂ 1984માં ટોહના આવ્યો હતો. ઘર ચલાવવા માટે રોડ પર તેણે લારી લગાવી હતી, જેમાં સમોસા-જલેબી વેચતો હતો. તે સમયે તેની દુકાન ઠીક-ઠીક ચાલતી હતી. રોજ-બરોજનો ઘર ખર્ચ નીકળી જતો હતો. તે વિસ્તારના લોકો સાંજે તેની લારી પર નાસ્તો કરવા ભેગા થતા. છેલ્લા કેટલાક સમયથી તેની દુકાન બંધ હતી. તે લારી છોડી મહંત બની ગયો હતો. લોકોને ભક્તિનો માર્ગ બતાવવા માટે નહી, પરંતુ પોતાની હવસ સંતોષવા અને લોકોને ઠગવા માટે.

બિલ્લૂ બાબાના ધૃણાસ્પદ વ્યવહારની આખરે પોલ ત્યારે ખુલી, જ્યારે પીડિત મહલાઓ પોલીસ સ્ટેશન પહોંચી. આ મહિલાઓની ફરિયાદ પર બાબાની તપાસ થઈ, ત્યારબાદ તમામ પોલ બહાર આવી.ટોહનામાં રહેતો આકાશ (બદલેલું નામ) આ મુદ્દે જણાવે છે કે, મને એક વીડિયો મળ્યો, જેમાં આ બાબાની હરકતોનો ખુલાસો થયો. તેણે મારી બહેન સાથે ગંદો વ્યવહાર કર્યો હતો. વીડિયોમાં મારી બહેન બેભાન હાલતમાં દેખાઈ રહી છે. શરીર પર કપડા ન હતા. બિલ્લૂએ આ વીડિયો બનાવ્યો હતો. મારી બહેન સાથે જ્યારે આ બધુ થયું, ત્યારે તે નાબાલિગ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, અમરપુરી ઉર્ફે બિલ્લૂ બાબા ભૂત-પ્રેતના નામ પર મહિલાઓને ફસાવતો હતો. કથિત તંત્ર વિદ્યા દરમ્યાન મહિલાઓને કોઈ નશીલી દવા આપતો હતો, જેનાથી મહિલાઓ બેભાન થઈ જતી. બેભાન હાલતમાં તે તેમની સાથે રેપ કરતો હતો. ત્યારબાદ તેનો વીડિયો બનાવી લેતો હતો. પછી તેમને બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવતો હતો.
First published: July 29, 2018, 9:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading