હરિયાણા પોલીસનાં સકંજામાં બાબાની માનીતી હનીપ્રીત

VINOD LEUVA | News18 Gujarati
Updated: October 3, 2017, 4:06 PM IST
હરિયાણા પોલીસનાં સકંજામાં બાબાની માનીતી હનીપ્રીત
મળી ગઇ હનીપ્રીત! આજે પંચકૂલા પોલીસ સામે કરી શકે સરેન્ડર. ગુરમીત રામ રહિમની કથિત દીકરી હનીપ્રિતનાં નિકટનાં લોકોએ દાવો કર્યો છે કે તે પંચકુલા પોલીસ સ્ટેશન સામે આજે સરેન્ડર કરશે
VINOD LEUVA | News18 Gujarati
Updated: October 3, 2017, 4:06 PM IST
હરિયાણા પોલીસનાં સકંજામાં બાબાની માનીતી હનીપ્રીત. છેલ્લા 38 દિવસોથી હતી ગૂમ. આવતી કાલે પંચકૂલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે હનીપ્રીતને.  હનીપ્રીત સાથે વધુ એક મહિલાની પણધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે તેની પંચકૂલામાં થયેલી હિંસા મામલે પૂછપરછ કરવામાં આવશે.

મળી ગઇ હનીપ્રીત! આજે પંચકૂલા પોલીસ સામે કરી શકે સરેન્ડર. ગુરમીત રામ રહિમની કથિત દીકરી હનીપ્રિતનાં નિકટનાં લોકોએ દાવો કર્યો છે કે તે પંચકુલા પોલીસ સ્ટેશન સામે આજે સરેન્ડર કરશે. આપને જણાવી દઇએ કે એક મહિનાથી વધુ સમયથી ફરાર છે હનીપ્રિત. થોડા દિવસ પહેલાં તેણે દિલ્લી હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જોકે દિલ્લી હાઇકોર્ટે હનીપ્રિતની અરજી ખારીજ કરી દીધી હતી અને કહ્યું હતું કે તેણે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરવી જોઇએ.

25 ઓગસ્ટથી ગૂમ છે હનીપ્રીત-

હનીપ્રીત છેલ્લે 25 ઓગષ્ટનાં દિવસે રોહતકમાં જોવા મળી હતી. 25 ઓગષ્ટનાં રોજ ગુરમીત રામ રહીમને પંચકુલાની વિશેષ CBI કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. તે બાદ તેને રોહતકની સુનારિયા જેલમાં મોકલવામાં આવ્યો હતો. પંચકૂલાથી હનીપ્રીત પણ તેની સાથે હેલિકોપ્ટરમાં રોહતક ગઇ હતી. તે બાદ હનીપ્રીતને એક ગાડીમાં રોહતકની બહાહર નીકળતા જોવામાં આવી હતી તે બાદથી તેનો કોઇ જ પત્તો નથી.

હનીપ્રીતનાં પૂર્વ પતિએ લગાવ્યા હતા આરોપ-
ગુરમીત રામ રહિમ અને તેની માનેલી દીકરીનાં સંબંધો પર હનીપ્રીતનાં પૂર્વ પતિએ કેટલાંયે રહસ્યો ખોલ્યા છે. હનીપ્રીતનાં પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, હનીપ્રીત રામ રહિમની માનેલી દીકરી નથી. વિશ્વાસ ગુપ્તાએ કહ્યું હતું કે, બાબા અને મારો રૂમ સાથે સાથે હતો ત્યારે એક દિવસ હું મોડી રાત્ર પાણી પીવા બહાર નીકળ્યો હતો. ત્યારે મને કંઇક અવાજ સંભળ્યાઇ.. મે જ્યારે બાબાનાં રૂમ તરફ જઇ તે સાંભળવાનો પ્રયાસ કર્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો. અને મે જોયુ તો રામ રહિમ અને હનીપ્રીત આપત્તીજનક સ્થિતિમાં હતા.

હનીપ્રીતનાં મામાએ કરી હતી સરેન્ડરની અપીલ
હનીપ્રીતનાં મામા અશોક બબ્બરે કહ્યું કે, હનીપ્રીતે સરેન્ડર કરી તપાસમાં સહયોગ આપવો જોઇએ. તેને કહ્યું કે હનીપ્રીતથી તેનો પરિવાર છેલ્લાં 18 વર્ષોમાં મળ્યો નથી. બાબા રામ રહીમ અને હનીપ્રીતનાં અવૈધ સંબંધો ફક્ત મીડિયાની ઉપજ છે.
First published: October 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर